Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ આગળ નમી પડેલા છે, તેઓનું તમે હંમેશને માટે પણ ધ્યાન કરો. શ્રી અરિહન્ત જેવો કોઇ નહિ : શ્રી નવકાર મંત્રમાં પહેલા પાદમાં શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર છે. “નમો અરિહંતાણં' દ્વારા કેટલા શ્રી અરિહંત ભગવન્તોને નમસ્કાર થાય છે ? અનન્તા શ્રી અરિહન્ત ભગવન્તોનો આમાં સમાવેશ થાય છે. જગતમાં વિચરતા શ્રી અરિહંત ભગવન્તોનો એમાં સમાવેશ છે. જગતમાં વિચરીને મુક્તિપદે પહોંચી ગયેલા શ્રી અરિહન્ત ભગવન્તોનો પણ એમાં સમાવેશ છે. અને, જે કોઇ આત્માઓ હજુ અરિહન્ત બન્યા નથી પણ જેઓ અરિહન્ત બનવાના છે, અરિહન્ત બનીને તારક તીર્થની સ્થાપના કરવાના છે અને જગતમાં વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરતે કરતે મક્તિપદે પહોંચવાના છે, તેઓનો પણ આમાં સમાવેશ છે. તમે ‘નમો અરિહંતાણ” બોલો, એની સાથે જ એ અનન્તાનો ખ્યાલ આવે ને ? અને, એ સાથે એમ પણ થાય ને કે- “આ જગતમાં જેવા આ, તેવા બીજા કોઇ નહિ !' આમની હરોલમાં મૂકી શકાય એવો બીજો કોઇ જીવ નહિ, એ વિષે તમને શંકા નહિ ને ? બીજા વીતરાગ અને કેવલજ્ઞાની પણ આમની તોલે આવી શકે જ નહિ ને ? હા, તો રાગ-દ્વેષથી ભરેલા અને અજ્ઞાનીને તો આમની સમાન કલ્પાય જ નહિ ને ? મોહના ભારે આક્રમણથી જેની મતિ મુંઝાયેલી હોય, તેને જ આમની હરોલમાં બીજાને મૂકવાનું મન થાય ને ? જ્યારે ને ત્યારે, જગતમાં સૌથી મહાન કોઇ પણ વ્યક્તિ હોય, તો તે શ્રી અરિહંત જ હોય ને ? એટલે નમો અરિહંતાણં' બોલતાં કેવો ભાવ પ્રગટે ? શ્રી અરિહન્તને જો ઓળખ્યા હોય, તો “નમો અરિહંતાણં' બોલતાં એવો ભાવોલ્લાસ પ્રગટે કે જેને સંપૂર્ણપણે વાણીમાં મૂકી શકાય નહિ. શ્રી અરિહંત દેવની આજ્ઞા એ સાધના અને મોક્ષ એ સાધ્ય આવા પ્રકારના શ્રી અરિહન્ત દેવોએ સ્થાપેલા તીર્થની સેવા દ્વારા જે આત્માઓ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટાવે છે, તે આત્માઓ સિદ્ધ કહેવાય છે. સિદ્ધ આત્મા એટલે સર્વથા શુદ્ધ બનેલો આત્મા. શ્રી અરિહન્તદેવની આજ્ઞાને જે પામે અને પાળે, તે શ્રો સિદ્ધ બની શકે. શ્રી અરિહંતપદનું શ્રી સિદ્વિપદ એ ફ્લ છે : કારણ કે-શ્રી અરિહંતદેવ પણ આયુષ્ય પૂર્ણ થયે શ્રી સિદ્વિપદને પામે છે અને શ્રી અરિહંતદેવની આજ્ઞાનુસાર વર્તીને પોતાના આત્માની સાથે લાગેલાં સકલ કર્મોને ક્ષીણ કરનારા આત્માઓ પણ શ્રી સિદ્વિપદને પામે છે. જે જે આત્માઓએ પોતાના સંપૂરઅમ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવ્યું છે, તે તે સઘળા. આત્માઓ શ્રી સિદ્ધપદે વિરાજમાન છે. એ જ પદ સંસારના જીવોને માટે સાધ્ય રૂપ છે. સાધ્ય મોક્ષ અને સાધન શ્રી અરિહંતદેવની આજ્ઞાનું પાલન, સાધન વિના સિદ્ધિ થાય નહિ અને સિદ્ધિ ન હોય તો સાધનની કિંમત રહે નહિ, એટલે શ્રી અરિહંતદેવ સાધનપ્રકાશક હોઇને પહેલા પદે પૂજ્ય છે અને શ્રી સિદ્ધો આદર્શ રૂપ હોઇને બીજા પદે પુજ્ય છે. આમ તો શ્રી અરિહંતદેવો ચાર કર્મોથી રહિત હોય છે અને શ્રી સિદ્ધો આઠેયા કર્મોથી રહિત હોય છે, પણ શ્રી અરિહંતદેવોનો માર્ગનું દર્શન કરાવવા રૂપ ગુણ એવો મોટો છે કે-શ્રી સિદ્ધાત્માઓ બીજા પદે ગણાય છે અને શ્રી અરિહંતદેવો પહેલા પદે ગણાય છે. નમો અરિહંતાણં પદ બોલતાં કેટલા તીર્થકરના આત્માઓને નમસ્કાર થાય છે ? એ જણાવાય છે. (૧) સામાન્ય રીતે ભૂતકાળમાં અનંતા તીર્થકરો થઇ ગયા એમને નમસ્કાર થાય છે. વર્તમાનમાં કેવલજ્ઞાન પામી વિચરતાં સીમંધર સ્વામી આદિ વીશ તીર્થકરોને નમસ્કાર થાય છે અને ભવિષ્યમાં અનંતા. તીર્થંકરો થવાના છે તેઓને નમસ્કાર થાય છે. (૨) તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા અસંખ્યાતા આત્માઓ છે કે જેઓ નરકમાંથી નીકળી મનુષ્યપણું પામી એજ ભવમાં તીર્થંકર થઇ મોક્ષે જશે. એ જીવોને નમસ્કાર થાય છે. એવી જ રીતે તીર્થંકર નામકર્મ નિકાચીત કરી વૈમાનિક દેવલોકમાં અસંખ્યાતા આત્માઓ રહેલા છે કે જેઓ ત્યાંથી મનુષ્યપણું પામી એજ ભવે તીર્થંકર થઇ મોક્ષે જશે એમને નમસ્કાર થાય છે તથા વર્તમાનમાં Page 64 of 65

Loading...

Page Navigation
1 ... 62 63 64 65