Book Title: Namaskar Mahamantranu Swarup Part 01 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 6
________________ મળેલી છે એ સામગ્રી રાગ પેદા કરાવીને અનેક પ્રકારના પાપો કરાવે છે છતાંય મળેલી સામગ્રીને શાંતિથી ભોગવવા દેતું નથી. આથી સુખને સુખ રૂપે મોટા ભાગના જીવો ભોગવી શકતા નથી. એ નવકારમંત્રને, દુનિયાના આ લોકના સુખને મેળવવા માટે-મળેલા સુખને ટકાવવા માટે-જીવીએ ત્યાં સુધી કાયમ-રહે એ માટે અને જે કાંઇ દુઃખો આ લોકમાં આવેલા છે એને દૂર કરવા માટે તથા પરલોકના સુખોને મેળવવા માટે ગણેલા છે, એમ ગણાય છે. આથી જ વર્તમાનમાં પણ નવકારમંત્ર ગણવા છતાંય એના ઉપર જોઇએ એવી શ્રધ્ધા પણ થતી નથી. માટે તે પરિણામ પામતો નથી એમ કહેવાય છે. સાતે કર્મોની અંતઃકોટાકોટી સાગરોપમ સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરનારા એ ગથી દેશે આવેલા કહેવાય છે. આ ગ્રંથી દેશે આવ્યા પછી એટલે ગ્રંથી દેશને પામ્યા પછી જીવ જો અધિક પાપની તીવ્રતા કરીને ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી, ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરે અથવા અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તા કરતાં એક કોટાકોટી સાગરોપમ અથવા એથી અધિક સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરે તો નવકારમંત્ર ભૂલી જાય છે. યાદ પણ આવતો નથી અને બોલવાનું મન પણ થતું જ નથી. એ જ્યારે નવકારમંત્ર બોલે ત્યારે સમજવું કે એ જીવ ગ્રંથી દેશે જરૂર આવેલો છે માટે બોલી શકે છે. આનેજ કર્મ લઘુતા કહેવાય છે. અહીં સુધી અભવ્યાદિ જીવો પણ આવતા હોવાથી એની કોઇ કિંમત જ્ઞાનીઓએ આંકી નથી. આવી રીતે જીવો ઉંચામાં ઉંચી કોટિના મહામંત્રને પામવા છતાંય એક અનુકૂળ સુખના રાગના કારણે સંસારના ચક્કરમાં ર્યા કરે છે. જ્યારે ગ્રંથી દેશે આવ્યા પછી જે લઘુકર્મી આત્માઓ હોય છે તે આત્માઓ નવકારમંત્રને પામ્યા પછી નિઃસ્વાર્થ ભાવ અને સરલ પ્રકૃતિ એટલે સરલ સ્વભાવ પેદા કરીને નવકારમંત્ર જેવા મહામંત્રનો ઉપયોગ અનુકૂળ પદાર્થો મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવા-વધારવા કે જીવે ત્યાં સુધી કાયમ રહે એવી ભાવનાથી કોઇદિ ગણતા નથી તેમજ જ્યારે પાપના ઉદયથી કોઇપણ પ્રકારનું દુ:ખ આવે તો તે દુઃખને દૂર કરવા માટે પણ એનો ઉપયોગ કરતાં નથી તથા પરલોકમાં પણ સારા સુખો મલે એ માટે પણ એનો ઉપયોગ કરતાં નથી. કેવલ આવા મહામંત્રનો ઉપયોગ આત્મકલ્યાણ પેદા કરવા અને તે પેદા કરવા માટે જે વિઘ્નરૂપ ચીજો બને છે તેને દૂર કરવા માટે-સુખની લીનતા દૂર કરવા એટલે અનુક્ પદાર્થોના રાગની લીનતા તોડવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરતાં કરતાં પુણ્યના ઉદયથી ગમે તેટલા અનુકૂળ પદાર્થો મલે તો પણ તેમાં લીનતા પેદા થવા દેતા નથી અર્થાત્ તે પદાર્થોમાં લીન બનતા નથી એવો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન માટે વિચારે છે કે પુણ્યે ચીજ આપેલી છે-પુણ્ય હશે તો ભોગવાશે-પુણ્ય હસે તો સચવાશે-પુણ્ય હશે તો ટકશે જો કદાચ વચમાં વેહલી ચાલી જાય તો વિચારે કે પુણ્ય પુરૂં થયું માટે ગઇ એમાં આશ્ચર્ય કે દુઃખ કરવા જેવું શું છે ? એવી જ રીતે પાપના ઉદયથી ગમે તેટલું દુઃખ આવે તો પણ તે દુઃખમાં દીન બનતો નથી કારણ કે અ વખતે વિચાર કરે છેકે મેં પાપ કરેલા છે એના ફ્ળ સ્વરૂપે દુઃખ આવેલ છે તો તે દુઃખને દીન થયા વગર ભોગવી લઇશ હાય વોય કર્યા વગર ભોગવી લઇશ તો ફરીથી પાપ બંધાશે નહિ અને તે પાપ નાશ પામશે. તેના કારણે ફરીથી દુઃખ આવશે નહિ. આવા વિચારો કરીને દુઃખમાં દીન બનતા નથી પણ સમાધિ ભાવ જાળવીને સારી રીતે વેઠી લે છે. એટલે કે અનુકૂળ પદાર્થોમાં એટલે એના રાગમાં વૈરાગ્યભાવ પેદા કરતો જાય છે એટલે સુખની લીનતા દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે અને દુ:ખમાં સમાધિ-સમતા ભાવ કેળવતો જાય છે એટલે દીનતાનો નાશ કરતો જાય છે. આ ગુણના અભ્યાસથી જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા જાય છે એટલે બંધાતી શુભ પ્રકૃતિઓનો Page 6 of 65Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 65