________________
વખત પંચ નમસ્કારાત્મક પંચ મંગલ મહાશ્રુત સ્કંધને પૃથક્ શ્રુત સ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વ શ્રુત અત્યંતર છે એમ સ્પષ્ટ સિધ્ધ થાય છે.
શ્રી નવકારમંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેનું કાંઇક ભાન કરાવવા માટે પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજા ગુર્જર ગિરામાં ગુફ્તિ પદ્યબધ્ધ શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં આગળ ચાલતાં અલકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માવે છે કે પર્વતમાં જેમ મેરૂ, વૃક્ષમાં જેમ કલ્પતરૂ, સુગંધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરૂડ), તારામાં જેમ ચન્દ્ર, નદીઓમાં જેમ ગંગા, રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઇન્દ્ર, ઉદધિમાં (સમુદ્રમાં), જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ એટલે શ્રીરમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ આષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઇક્ષ્રસ. લમાં જેમ અરવિંદ (કમલ), ઔષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદ એટલે રામચન્દ્રજી, સત્યવાદિમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્યવ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વ્રજરત્ન (હીરો), નરમાં જેમ નિરોગી નર (મનુષ્ય), શીતલતામાં જેમ હિમ અને ધીરતામાં જેમ ધીર વ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકારમંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી.
સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે તેઓની કરૂણ દશાનો ચિતાર આપતાં એટલે કે એવા જીવો કેવા પ્રકારના દયા પાત્ર છે એ જણાવવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજા પોતે રમાવે છે કેઃ
તજે એ સાર નવકારમંત્ર જે અવર મંત્ર સેવે સ્વતંત્ર
કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે તેહ સુરતરૂ ત્યજી આપ ટેવે II
એ સારભૂત નવકારમંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતે અને અન્ય મંત્રોની ઉપાસના કરે છે તેઓનું કર્મજ ખરેખર પ્રતિકૂલ છે અન્યથા (નહિતો) સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરૂનો ત્યાગ કરી દુઃખ કર એવા કંટકોને (કાંટાઓને) દેનાર બાવલ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ? બીજા જે કોઇ મંત્ર જગમાં ફ્લને દેનારા છે, તે બધા એજ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્- શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી, તે અવ્યભિચારી ફ્લ દેનાર પણ નથી. એજ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી માવે છે કે
“એહને બીજે રે વાસિત,
હોવે ઉપાસિત મંત્ર, બીજો પણ ફ્લદાયક, નાયક છે એહ તંતઃ અમૃત ઉદધિ કુસારા, સારા હરત વિકાર, વિષયના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર.”
સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના કરવામાં આવી હોય, તો જ તે ફ્ળદાયી થાય છે : અન્યથા નિક્ળ જાય છે, એમ શ્રી સર્વજ્ઞશાસ્ત્રોનું કથન
Page 15 of 65