Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 53
________________ ચાર મૂલાતિશય છે. આ વિષે અનેકાન્તજયપતાકાની સ્વો પજ્ઞ વ્યાખ્યા (પૃ.૪) માં નિર્દેશ તેમજ થોડુંક વિવરણ છે. અનેકાન્તવાદનું સુંદર, સરળ અને સચોટ ભાન કરાવનારા આ ગ્રંથ અને એની વ્યાખ્યાથી પ્રાચીન કોઇ ગ્રંથમાં ચાર મૂલાતિશયનું વર્ણન આવતું હોય તો તે જાણવા-જોવામાં નથી. (૫) અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પૃ.૪) માં આનો ‘મહાપ્રાતિહાર્ય' તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં ત્યાં શક્ર પ્રમુખ ઇન્દ્રોએ કરેલી પ્રભુની પૂજા તરીકે અશોકાદિ આઠ મહા પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયેલો છે એટલે કે આઠ પ્રાતિહાર્યો તે શક્રાદિની ભક્તિના પ્રતીક છે. આવી હકીકત સ્યાદ્વાદરત્નાકર (પૃ.૩) માં પણ જોવાય છે. ત્યાં પણ ‘પ્રાતિહાર્ય’ ને બદલે મહાપ્રાતિહાર્યનો ઉલ્લેખ છે. વળી એ રચીને ઇન્દ્રો પ્રભુને પૂજે છે એમ સૂચવાયું છે. શ્રીમાનતુંગસૂરિએ રચેલા તિજયપહુત્તના નિમ્નલિખિત પહેલા અને દશમાં પધમાં ‘મહાપાઽિહેર' શબ્દ વપરાયેલો છે. (૬) શ્રી અમ્રદેવસૂરિના શિષ્ય શ્રી નેમિચન્દ્ર સૂરિએ વિક્રમની બારમી શતાબ્દીમાં રચેલા પવયણસારુદ્વાર (પ્રવચનસારોદ્વાર)ની શ્રી દેવભદ્રના શિષ્યા શ્રી સિદ્ધસેનસૂરિએ વિ.સં. ૧૨૪૮ માં રચેલી વૃત્તિના ૧૦૬મા પત્રમાં આ અર્થ નીચે મુજબ આપેલો છે : “तत्र प्रतिहारा इव प्रतिहारा : सुरपतिनियुक्ता देवास्तेषां कर्माणि कृत्यानि प्रातिहार्याणि” દેવ-સાન્નિધ્ય અર્થસૂચક ‘પાડિહેર’ શબ્દ શ્રુતાસ્વાદમાં ઉપલબ્ધ થાય છે. વિચારો નીચેની (6) “तिजयपहुत्तपयासयअट्टमहापाडिहेरजुत्ताणं | समयवित्तठि आणं सरेमि चक्कं जिणिदाणं ||१|| चउतीस अइसयजुआ अट्टमहापाडिहेरकयसोहा | तित्थयरा गयमोहा झाएअव्वा पयत्तेणं ||१०||” પંક્તિ : “વહૂળ સુરેહિં યં પાડિòરં” (૮) શ્રી હરિભદ્રસૂરિએ આ અવતરણ કયા ગ્રંથમાંથી ઉદૂધૃત કર્યું છે તે જાણવું બાકી રહે છે. આથી તજજ્ઞોને એ સંબંધમાં પ્રકાશ પાડવા મારી સાદર વિજ્ઞપ્તિ છે. (૯) ‘દ્રિવ્યો ધ્વનિ’ ને બદલે ‘ફિલ્મધ્વનિ’ એવો પાઠ મેં ઘણાને મુખે સાંભળ્યો છે તો શું આ પાઠાન્તર છે કે પછી આ ‘વિધ્વનિ' એ અપભ્રષ્ટ પાઠ છે ? પ્રાકૃત ભાષામાં ‘પાડિહેર' કહેવામાં આવે છે. આનો ‘પાઇઅ-સદ્-મહષ્ણવો' માં દેવતા કૃત પ્રતિહાર-કર્મ, દેવકૃત પૂજાવિશેષ એમ અર્થ અપાયેલ છે. આ ઉપરાંત ‘દેવ-સાન્નિધ્ય' એવો પણ અર્થ ત્યાં કરાયેલ છે, અને તે ભત્તપરિણા (ભક્ત પરિજ્ઞા) ની ૯૬મી ગાથાગત ‘ પાડિહે’ શબ્દને લાગુ પડે છે. સંખ્યા અને નામનિર્દેશ ઉપર્યુક્ત લક્ષણવાળાં અને દેવોનાં કાર્યરૂપ પ્રાતિહાર્યોની સંખ્યા આઠની છે, અર્થાત્ નીચે મુજબ પ્રાતિહાર્યો આઠ ગણાવાય છે : (૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન (સિંહાસન), (૬) ભામંડળ, (૭) દુન્દુભિ અને (૮) છત્ર. આના સમર્થનાથે હું અત્ર, શ્રીયાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે સુવિખ્યાત શ્રી હરિભદ્રસૂરિએ પોતે રચેલ અનેકાન્ત જયપતાકા પ્રકરણની સ્વોપજ્ઞ વ્યાખ્યાની છપાતી આવૃત્તિના ચોથા પૃષ્ઠમાં અવતરણરૂપે આપેલું નિમ્ન-લિખિત પદ્ય રજુ કરું છું : “અશોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ Page 53 of 65

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65