Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 51
________________ પ- અનાભોગિક નામનું પાંચમા પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઇ વિશેષ પ્રકારના વિજ્ઞાનથી વિકલ આત્માને હોય છે. આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે-આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમા અંધકારના પ્રતાપે વસ્તુસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિ રૂપ અંધકારમાં આથડે એમાં કશુંજ આશ્ચર્ય નથી. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુ:ખી તરીકે અને જ્ઞાની. અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે. મિથ્યાદ્રષ્ટિને સુખના યોગમાં પણ દુ:ખ જ સુવિહિત શિરોમણી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા, મિાદ્રષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુ:ખનું પ્રતિપાલન કરતાં ક્રમાવે છે કે “णय नत्तओ तयंपि हु, सोक्खं मित्छत्तमोहियमइस्स । जह रोदवाहिगहियस्स, ओसहाओवि तत्भावे ||१|| जह चेवोवहयणयणो, सम्म रुवं णपासई पूरिसो । તદ વેવ મિટ્ટિી , વિર્ભ સોવર્ધ્વ ન પાવેડ IIશા” “જેમ દુ:સાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઓષધથી પણ વાસ્તવિક રીતિએ સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને ગ્રેવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થત જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળા નેત્રોને ધરનારો, કોઇ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઇ શકતો. નથી તેમજ મિથ્યાદ્રષ્ટિ આત્મા પોતા માટે સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.” અરિહંતના બાર ગુણોનું વર્ણન અશોકાખ્યું વૃક્ષ સુર વિરચિતં પુષ્પ નિ કર, ધ્વનિ દિવ્ય શ્રવ્ય રૂચિર ચમરા વાસન વરમ્ III વપુર્માસ ભાર સમધુર રd દુદુભિમથ | પ્રભો: પ્રેક્ષ્યજીત્રા ત્રિયમધિમનઃ કસ્ય ન મુદે ||રા અર્થ - (૧) અશોક વૃક્ષ, (૨) દેવોએ રચેલ પુષ્પોનો સમૂહ, (૩) શ્રવણ કરવા યોગ્ય ધ્વનિ, (૪) મનોહર ચામર યુગલ, (૫) ઉત્તમ આસન, (૬) ભામંડલ, (૭) મધુર અવાજ કરનાર દુંદુભિ વાજીંત્ર અને (૮) ત્રણ છત્ર આવી રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્યને જોઇને કોના મનમાં હર્ષ ન થાય ? અતિશય અને ઉત્કૃષ્ટતા. આ અતિશય મૂલ ચાર છે. (૧) અપાયાપગમાતિશય અપાય = ઉપદ્રવ, અપગમ = નાશ. (૨) જ્ઞાનાતિશય. (3) પૂજાતિશય અને (૪) વચનાતિશય. Page 51 of 65

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65