Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ પામ્યા. આ દ્રષ્ટાંતમાં ઇખિતનગરે જવાની ઇચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પોતાનો ઉપકારી માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થીઓએ પણ અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો યોગ્ય છે. અરિહંત ભગવંતોએ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગજ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જાણ્યો, અને ચરમ કરણથી તે માર્ગ સેવ્યો, એટલ જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર અટવીમાં તે માર્ગ બતાવ્યો, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે. જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નોકામાં બેસાડીને સિદ્વિપત્તનમાં પહોંચાડતા હોવાથી તેમને બીજી નિર્ધામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારમ કે જેમ ગોવાળીઓ પોતાના પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વ્રણ અને પાણીનો જથ્થો હોય તેવા વનમાં તેને લઇ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાગોપ, જીવોને મરણાદિ ભયોથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ વનમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લોકમાં શ્રેષ્ઠ હોવાથી અરિહંત ભગવાનો નમસ્કારને લાયક ગણાય છે. આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણાઇ આવે છે. અરિહંત ભગવાન કુમ્રવચનમાં આસક્તિરૂપ, દ્રષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસક્તિ રૂપ વિષયરાગ, અને પુત્રાદિકમાં આસક્તિરૂપ સ્નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દ્વેષને, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકારના કષાયોને, પાંચ પ્રકારની ઇન્દ્રિયોને, જેન માર્ગથી ટ્યુત ન થવાય અને વિશેષ નિર્જરા થાય તેટલા માટે સાધુએ સહન કરવા યોગ્ય સુધા આદિ બાવીસ પરિષહોને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વસકરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાંખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે. આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની યોગ્યતા આપણે કંઇક અંશે જાણી. અરિહંત શબ્દનો અર્થ પણ ઘણો સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત, (૨) અરહંત અને (3) અરહંત. સંસ્કૃત ભાષાનો “અહંત” શબ્દ તેના પ્રાકૃત ભાષમાં આ ત્રણે રૂપો થઇ શકે છે. એ ત્રણેના અર્થ આપણે વિચારીએ. ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક, માનસિક અને ઉભયરૂપ -એ ત્રણ પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મનો છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે. તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલાં ચાર પ્રકારનાં અઘાતિ કર્મોનો નાશ કરનારા છે. આ રીતે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે. વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરાતી પૂજા) તથા સત્કાર (અભ્યત્યાનાદિથી કરાતો આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ યોગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે. ઇન્દ્ર કરેલી અશોકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે. અરહંત ભગવાન સર્વજ્ઞ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાનો અભાવ હોઇ રહ(એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિનો) જેમને નથી, અર્થાત જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઇ શકે છે તેથી તેમને અરહંત (અરણોત્તર) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં એ સૂત્રથી રહ7 નો અને #ર નો લોપાઇ જાય છે.) Page 32 of 65

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65