________________
પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી. તેઓજ આ. વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઆ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ “મિથ્યાદર્શન” નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.”
અને "ये पूनमन्त्रतन्त्रादि-वेदिनोडप्यतिनि:स्पहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ||८|| मूकान्धां परवतान्ते, स्वगणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पूनर्दविणादिके ||९||
कोपाहरुकारलोभाधे-र्दरत: परिवर्जिताः | तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोवना: ।।१०।।
न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुज्जते ।।११।।
लोकोपचारं नि:शेषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्तां सदाडडस्ते ||१२||
ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवझ्चिताः । 3પમાનહતા કીના-ડાહીનાવ છbદા: II03T
__ इत्येवं निजविर्येण बहिरङगजनेडमुना ।
ते मिथ्यादर्शनावेन स्थापिता भद्र ! साधवः ||१४||" “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિ:સ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરના વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત-જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકા અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત- જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરૂષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થાત-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથો અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુકડા તરીકે સ્થાપિત કર્યા છે.”
મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને
મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય
એજ રીતિએ મહામોહના એ “મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે
Page 48 of 65