________________
બીજાએ કેટલા રહેવું જોઇએ એ ખુબ વિચારો. ઉપકારી મહાપુરૂષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાને ઉપદેશ આપતાં ક્રમાવે છે કે
"जेसिं तु पमाएणं, गच्छइ कालो निरत्थओ धम्मे ।
ते संसारमणंतं, हिंडति पमायदोसेणं ।।१।। तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं ।
હંસUIનારિરે, છાયવો ઉપૂમામો 3 IIશા” અર્થાત - જે આત્માઓનો ધર્મમાં કાલ પ્રમાદના યોગે નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના. દોષથી અનંતકાલ સુધી સંસારમાં ભ્રમણ કરે છે : તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરૂષે, પ્રમાદને તજીને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્રમાં અપ્રમાદ કરવો એજ યોગ્ય છે.
પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાનાં ધર્મકાર્યોને આરાધતા નથી પણ નારાજ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાલમાં ધર્મને નથીજ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતિએ કરી શકે, એજ કારણે ઉપકારીઓ ક્રમાવે છે કે- “પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મનાં ઉપયોગી કાલને ફોગટ ગુમાવે છે અને એજ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો અનંતકાલ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમાં પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરૂષે, એ કારમાં પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઇએ.” પ્રભુશાસનમાં તેજ પંડિતાઇ સાચી મનાય છે કે-જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના. પ્રેમીઓએ આવી પંડિતાઇ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે. જેઓ આથી વિપરીત પંડિતાઇને પ્રચાર છે તેઓ જનતાના ધર્મનો સંહાર કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઇએ.
ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ
શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ
બે પ્રકારની અન્ધતા :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજ સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયન પ્રથમ ઉઢેશના બીજા સૂત્રદ્વારા, “કર્મ વિપાકની વરિષ્ઠતા' યથાસ્થિત પ્રતિપાદન કરતાં એ સૂત્રના
“संति पाणा अंधा तमसि वियाहिया" આ અવયવ દ્વારા માની ગયા કે
“વિષમ કર્મવિપાકના પ્રતાપે સંસારવર્તિ પ્રાણીઓ પૈકીનો મોટો ભાગ બે પ્રકારની અંધતા ભોગવે છે. એ બે પ્રકારની અંધતામાં એક અંધતા છે “ચક્ષના અભાવની' અને બીજી છે “સવિવેકના અભાવની !' સંસારવર્તિ પ્રાણીઓનો મોટો ભાગ જ્યારે એ બેય પ્રકારની અંધતા ભોગવે છે, ત્યારે ઘણોજ નાનો ભાગ એવો પણ છે કે-જે ચક્ષના અભાવરૂપ અંધતાને નહિ ભોગવવા છતાં પણ, સવિવેકના અભાવરૂપ અંધતાને તો અવશ્ય ભોગવે છે; અને એ અંધતાના પ્રતાપે એ આત્માઓ ‘નરકગતિ આદિ દ્રવ્ય અંધકાર'
Page 37 of 65