Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 43
________________ કરનાર આર્ત અને રોદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપ વિકથાઓ.’ આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ શિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે અમૃતના. જેવા, જગતને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમાં જે જે શુદ્ધધર્મો તે સઘળાય શુદ્ધધર્મોને આ ‘મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથીજ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે. આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે ક- “મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના. અર્થિ આત્માઓ માટે ઘણોજ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઇથી પ્રાયઃ સૌ કોઇને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુધ્ધદેવની ઉપાસનાના અર્થિી આત્માઓને પણ, શુધ્ધદેવના સ્વરૂપને જાણવાથી વચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પિ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મુંઝવ્યા છે. કુકલ્પનારૂપ આંધી ફ્લાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધ બનાવ્યા છે કે-જેથી એ બીચારાઓ પણ શુદ્ધ મહાદેવોની ઉપાસનાથી વંચિત રહી, કનિષ્ટમાં કનિષ્ટ આત્માઓને મહાદેવ માની, એવાઓની ઉપાસનામાં અમૂલ્ય જીવનની બરબાદી કરી રહ્યા છે. પંડિત ગણાતા આત્માઓ જો આ. મિથ્યાદર્શનની મોહિનીમાં ન સ્યા હોય તો રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત બનેલા એવા શ્રી. વીતરાગપરમાત્માઓની ઉપાસના તજી “હસવું, ગાવ, કામના ચાળા કરવા, નૃત્યકળાઓ કરવી, ખોટા આડમ્બરો કરવા, સ્ત્રીઓના જે કટાક્ષો તેના વિક્ષેપોને આધીન થવું, નારીને પોતાના શરીરના અડધા ભાગે રાખવી, કામથી અંધ બનવું, પરસ્ત્રીઓમાં આસક્ત બનવું, નિર્લજ્જ પ્રવૃત્તિ કરવી, વાતવાતમાં ક્રોધાયમાન થવું, ક્ષણે ક્ષણે ભયંકર બની વેરિઓને મારવામાં તત્પર થવું, કોઇને શ્રાપ તો કોઇને વરદાન આપી મલિન ચિત્તના ધરનાર થવું.' આવી આવી રાગ અને દ્વેષથી ભરેલી પ્રવૃત્તિઓમાં રીબાતા ઘોર પાપાત્માઓની ઉપાસનામાં તેમજ રક્ત બને ? સર્વજ્ઞાનને ધરનાર શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની ઉપાસના. કરવી મૂકીને સ્ત્રીઓ આદિની શોધમાં અજ્ઞાનની માક્ક આથડતા અને અજ્ઞાનતા ભરેલી અનેક કુચેષ્ટાઓ કરતાં અજ્ઞાનશિરોમણિઓની ઉપાસનામાં કેમ જ આનંદ માને ? શાશ્વત સુખના ઇશ્વરોની. ઉપાસનાથી વંચિત રહી અશાશ્વત સુખની પાછળ ભટકતા ભીખારીઓની ઉપાસનામાં ફેમજ મરી પડે ? કિલષ્ટકર્મની કલાથી રહિત થઇને બંધનમુક્ત બનેલા મુક્ત આત્માઓની ઉપાસના છોડીને બંધનથી બદ્ધ થઇને આ સંસારરૂપ અટવીમાં આથડી રહેલાઓની ઉપાસનામાં તેમજ રસિક બને ? સઘળાય પ્રપંચોથી મુક્ત બનેલા પરમપુરૂષોની ઉપાસના મૂકીને પ્રપંચપરાયણ પામરોની ઉપાસનામાં કેમજ પુલકિતહૃદયવાળા બને ? ક્રોધ અને અહંકારથી રહિત, હાસ્ય સ્ત્રી અને શસ્ત્રોના સંસર્ગથી પણ મુક્ત, આકાશની માફ્ટ સર્વથા નિર્મલ, ધીર, અનેક પ્રકારની અનંતજ્ઞાનાદિ લક્ષ્મીને ધરનારા, સદાય સઘળાજ ઉપદ્રવોથી પર, શાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત છતાં પણ શિવસુખની પ્રાપ્તિમાં હેતુભૂત, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી પરમશુદ્ધ એવાજ શાસ્ત્રાર્થના દેશક, પરમ એશ્વર્યના સ્વામી, સર્વ દેવોના પૂજ્ય, સર્વ પ્રકારના યોગિઓ માટે ધ્યાન કરવાને યોગ્ય, અને આજ્ઞાની આરાધના દ્વારા જ જે આરાધ્ય છે તથા આરાધક આત્માઓને જે નિર્બ સુખના આપનાર છે એટલે કે-જેઓની આરાધનાથી ભવ્ય જીવોને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તે પરમશુદ્ધ પરમાત્માઓની ઉપાસના છોડી ક્રોધથી ધમધમતા, અભિમાનથી અક્કડ બનેલા, હાસ્ય સ્ત્રી અને શસ્ત્રનો સંસર્ગ કદી પણ નહિ તજનારા, વર્તનના યોગે કાજળ કરતાંય અધિક કાળા, ચંચળ ચિત્તના ધણી, એક પણ આત્મિક ગુણથી રહિત, નિરંતર ઉપદ્રવોમાં પડેલા અને ઉપદ્રવોને કરનારા, શાપ અને પ્રસાદનો ઉપયોગ કરવામાં ઉતાવળીયા અને સંસારમાં રખડનારા તથા રખડાવનારા, છેદ અને તાપ આદિ ત્રણે કોટિઓથી મલિન શાસ્ત્રાર્થના દેશક એજ કારણે સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની Page 43 of 65

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65