Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 33
________________ વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અરકાન્ત એવું પણ રૂપ થઇ શકે. એમ થાય ત્યારે જેને સંકલ પરિગ્રહોપલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળો અન્ત (વિનાશ) નથી તે અર્થ સમજાય. ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસક્તિ રાખતા નથી તે અર્થ પણ થઇ શકે. (રહ ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું' એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અરહંત એટલે આસક્તિ તરફ ગમના નહિ કરનાર થાય છે.) વળી અરહન્ત શબ્દનું “અરહયત' એવું રૂપ પણ થઇ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોહર અને અન્ય વિષયનો સંબંધ થવા છતાં પણ જે પોતાના વીતરાગતારૂપ સ્વભાવને ત્યાગતા નથી-છોડતા નથી એમ અર્થ થાય. (રહ ધાતુ ૧૦માં ગુણનો છે. તેનો અર્થ ‘ત્યાગ કરવો” એવો થાય છે.) અરહંત એવો પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂપ અરોહત થાય. કર્મબીજ ક્ષય થવાથી જેને ફ્રી ઉત્પત્તિ નથી થતી અર્થાત જેને ફ્રી જન્મવું નથી એવો અર્થ તે વખતે કરાય. આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઇ અને અરિહંત ભગવાન નમસ્કારને યોગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઇએ. ભાવથી એટલે ઉપયોગ સહિત કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે, અને જો તે ભવમાં મોક્ષ મેળવી આપનાર ન થાય તો બોધિલાભ માટે થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનને જે યોગ્ય છે તે ધન્ય કહેવાય. ધન્ય સાધુ મહાત્માઓના. હૃદયમાંથી ભવક્ષય થતાં સુધી અર્થાત્ યાવજીવ, નહિ ખસનારો અરહંતનો નમસ્કાર વિમાર્ગગમન અને અપધ્યાનને દૂર રાખનારો હોય છે. આ નમસ્કાર થોડા અક્ષરવાળો છે. છતાં મહાઅર્થવાળો છે, કારણ કે એમાં દ્વાદશઅંગના અર્થનો સંગ્રહ આવી ગયો છે. મરણ જ્યારે સમીપ આવે ત્યારે વારંવાર એનું સ્મરણ અનેકવાર કરાય છે. અરિહંતનો નમસ્કાર સર્વ પાપ-એટલે આઠે પ્રકારનાં કર્મનો નાશ કરે છે, અને સર્વ મંગલોમાં પહેલું મંગલ છે. આવા મહાન્ ઉપકારી અરિહન્ત ભગવાનના કેટલાક ગુણોનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ. - ત્રણ ભવો શેષ રહેલા હોય ત્યારે અત્યંત ભક્તિપૂર્વક જેઓ અરિહંત આદિ વીસ સ્થાનકોની સેવા કરીને જિન નામકર્મ નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. ચૌદ મહાસ્વપ્રોથી જેઓના અભુતગુણો સૂચિત થયેલા હોય છે અને જેઓ ઉત્તમ રાજકુળમાં છેલ્લા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરૂં છું. જેઓનો જન્મમહોત્સવ છપ્પન દિકકુમારીઓ અને ચોસઠ ઇન્દ્રો અતિ હર્ષવાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદભૂત રૂપ, ગંધ આદિ ચાર અતિશયો જન્મથી જ હોય ચે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોઇ ભોગાવલી કર્મ ક્ષીણ થયેલું જાણીને પ્રવજ્યા ગ્રહણ કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓ સદા ઉપયોગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હોઇ ક્ષપકશ્રેણી માંડી મોહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓને કર્મક્ષય થવાથી અગિયાર અતિશયો પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત ઓગણીશ અતિશયો હોય છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યોથી શોભિત હોઇ સદાકાળ દેવેન્દ્રોથી લેવાયેલા સતા વિચરે Page 33 of 65

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65