________________
શ્રી અરિહંતદેવ રૂપી સાર્થવાહો, ભવ્ય આત્મારૂપી મુસાફ્ટોને, ધર્મકથા રૂપી ઉદ્ઘોષણા દ્વારાએ, સાધુમાર્ગ અને સાધકમાર્ગ રૂપી સરળ અને વક્રમાર્ગે, ઇપ્સિતપુર શ્રી મુક્તિનગરીમાં લઇ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષ રૂપી શ્વાપદોથી રક્ષણ કરે છે, ક્રોધાદિ કષાયો રૂપી દાવાગ્નિ આદિના ભર્યાથી ભવ્ય આત્માઓને બચાવી લે છે, વિષયો રૂપી વિષફ્ળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમ રૂપી હિતકર ફ્ળોનો આસ્વાદ લેતા બનાવે છે,
બાવીશ પરિષહો રૂપી પિશાચોથી રક્ષણ કરે છે, પાસસ્થાદિ અકલ્યાણ મિત્રો રૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે, અને નિત્યોદ્યમ રૂપી અપ્રમાદી પ્રયાણ વડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ને મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે.
નિર્યામક :
શ્રી અરિહંતદેવો એ ભવોદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવનિર્યામકો છે. સમુદ્રમાં જેમ અનુકૂલ-પ્રતિકૂલ અનેક પ્રકારના વાયુઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂલ વાયરાઓ અને સમ્યક્ત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઇ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્યામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઇ, સમ્યક્ત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્યજીવ રૂપી પોતો (નાવડીઓ) ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધાર વડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઇપ્સિત સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે.
મહાગોપ :
ગોપાલકો જેમ સર્પ-શ્વાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિ વડે પોષણ કરે છે, તેમ ષડ્જવનિકાય રૂપ ગાયોને શ્રી અરિહંતપરમાત્મા રૂપી રક્ષકો વ્યાધિ, જરા, મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિઘ્ને નિર્વાણપથે પહોંચાડે છે.
આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદેશક, નિર્યામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્યજીવલોકના મહા ઉપકારી છે અને એજ કારણે તેઓ લોકોત્તમ મહાપુરૂષો કહેવાય છે.
રાગ-દ્વેષાદિને નમાવનાર :
ધર્મ દેશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંત દેવો જેમ જગત્ જીવોના ઉપકારી છે તેમ રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિસહ અને ઉપસર્ગોને નમાવનાર હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે. તેમાં પ્રથમ રાગ એ નામાદિ ચાર પ્રકારનો છે. નામ-રાગ, સ્થાપના-રાગ, દ્રવ્ય-રાગ અને ભાવ-રાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે. એક જ્ઞશરીર, બીજો ભવ્યશરીર અને ત્રીજો તદ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્યશરીર સુગમ છે. વ્યતરિક્તના બે પ્રકાર છે. એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્મદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે. ૧- યોગ્ય (બન્ધ પરિણામાભિ મુખ), ૨- બધ્યમાનક (બન્ધ પરિણામ પ્રાપ્ત), ૩- બધ્ધ (નિવૃત્ત બંધ પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪ઉદીરણાવલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણ વડે ખેંચીને ઉદીરણા આવલિકામાં આણેલા.)
નોકર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોના એકદેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે. એક પ્રાયોગિક અને બીજો વૈસ્રસિક. કુસુમ્ભરાગાદિ એ પ્રાયોગિક છે અને સન્ધાભ્ર રાગાદિ એ
Page 20 of 65