Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ ઉપસર્ગોને નમાવનારા : પીડા પામવાથી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ ચાર પ્રકારના છે. એક દેવથી થનારા, બીજો મનુષ્યથી થનારા, ત્રીજો તિર્યંચથી થનારા અને ચોથો આત્મસંવદનીય. તેમાં રાગ નિમિત્તે-દ્વેષ નિમિત્તે તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફ્ટી ઉપસર્ગ થાય છે. મનુષ્યો તરક્કી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલ પ્રતિ સેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફ્લી ભય નિમિત્તે, દ્વેષ નિમિત્તે, આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે. ૧- નેત્રમાં પડેલા કણાદિ ખેંચવા, ૨- અંગોનું સ્તબ્ધત થવું, ૩- ખાડા વિગેરેમાં પડી જવું અને ૪- બાહુ વિગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે, વશ કરે છે, યાવત સમૂળ નાશ કરે છે. કહ્યું કે “रागदोसकसाए, इंदियाणि अपंचवि । પરિસદે વસો , નામયંતા નમોડરિદા IIકા રાગ, દ્વેષ કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગોને નમાવનાર શ્રી અરિહંતદેવો છે. તેમને નમસ્કાર થાઓ. વળી કહ્યું છે કે “રંદ્રિય વિનયવસાઈ, परिसहे वेयणा उवसग्गे । U મરિનો હત્તા, રિહંતા તે પૂર્વાતિ IIકા” ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગો એ દુશ્મનો છે. એને હણનારા હોવાથી શ્રી અરિહંતો' કહેવાય છે. એજ રીતે સર્વ જીવોને દુશ્મનભૂત આઠ પ્રકારના કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્વિગમનને યોગ્ય હોવાથી તેઓ “અહંત' કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બધ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી ‘અરિહંત' કહેવાય છે. એ “અરિહંતો' ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ (શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે. “અરિહંતો” ને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ગાન) ને હરનારો થાય છે. એ રીતે અરિહંત' ને કરેલો નમસ્કાર મહાઅર્ચયુક્ત છે એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરી અનર્થ રત્નની જેમ એક તેને જ ગ્રહણ કરાય છે અથવા કોઇ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કાર વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો. નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તેજ એક પ્રથમ મંગળ છે. એજ વાતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી કહેલી છે. “अरिहंतनमक्कारो जीव, मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ, TU વોહિંભામાW III” આ ગાથામાં, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે Page 23 of 65

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65