Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 28
________________ બતાવીએ છીએ. પ્રશ્ન - હે ભગવન ! આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રનો શું અર્થ કહેલો છે ? ઉત્તર - હે ગૌતમ ! આ અચિત્ય ચિન્તામણિલ્પ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ. પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલ છે તેમ સલ આગમોમાં અંતર્ગત રહેલ ચે અને તે યથાર્થક્રિયાનુવાદ સંભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છક્લપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઇએ. સર્વ જગતમાં ઉત્તમ જે કોઇ થઇ ગયા જે કોઇ થાય છે અને જે કોઇ થશે તે સર્વે અરિહંતાદિ પાંચ, જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચનો ગર્ભાઈ સભાવ એટલે પરમ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંત : આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા વડે દેવાસુરમનુષ્ય સહિત સમસ્ત જગતને વિષે પ્રસિધ્ધ અનન્યસદશ, અચિત્ય, અપ્રમેય, કેવલાધિષ્ઠિત અને પ્રવર ઉત્તમ તત્ત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે- “વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે અરિહંત છે.' વચન વડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયા વડે અવનામનાદિ તે નમન છે. વંદન-નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગું ધ્યાનાદિ છે. પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાદિ વડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિ વડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વ પરિપાકાદિ વડે પરમ અરિહંત પદવીના ઉપભોગ પૂર્વક સિધ્ધ ગતિને પામનારા હોય છે માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારો નમસ્કાર થાઓ. નમસ્કાર બે પ્રકારનો છેઃ દ્રવ્ય સંકોચરૂપ અને ભાવ સંકોચરૂપ, કરશિરાદિનો સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના યોગમાં ચતુર્થી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતોનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઇ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પદ્મનાભદિ અને વર્તમાન કાલમાં થયેલા અષભાદિ અથવા વિધમાન સીમંધરાદિ. અથવા અહંતોને એટલે સ્તવનાદિને યોગ્ય સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક વફરમાઈY # lI VIJહતHI (@I / “દેવ, અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.' સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ અથવા ગુણ પ્રકર્ષને પામેલા હોવાથી. સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદ રૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિસ્વરૂપ હોવાથી પરમ ઉપકારી શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે "अडवीइ देसिअतं, तहेव निज्जामया समदंमि | छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ||१||" અર્થાત- ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્યામક અને છકાય રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે. ભવઅટવીમાં સાર્થવાહ :- પ્રત્યવાય સહિત અટવીમાં દર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમાં ઇચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે તેમ ભવાટવીમાં પણ જીવો જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે, તેથી જિનેશ્વરોનું ભવઅટવીમાં માર્ગદશકપણું સિદ્ધ થાય છે. નિર્વિઘ્નપણે અટવીના પારને પામવાની ઇચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમાં Page 28 of 65

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65