Book Title: Namaskar Mahamantranu Swarup Part 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 21
________________ વસ્ત્રસિક છે. ભાવ-રાગ : ભાવ-રાગ પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નો આગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવ-રાગ છે અને નોઆગમથી ભાવ-રાગ રાગવેદનીયકર્મોદય પ્રભવ પરિણામ વિશેષ છે. તેના બે પ્રકાર છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામ વિશેષ ત્રણ પ્રકારે છે. ૧દ્રષ્ટિરાગ (સ્વ સ્વદર્શનાનુરાગ), ૨- શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ, અને ૩- વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અખત્યાદિ વિષયક રાગ તે સ્નેહ-રાગ.પ્રશસ્ત-રાગ તેથી વિપરીત છે. અરિહંત, સિધ્ધ, સાધુ, બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે, તે ભાવ-રાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત-અપ્રશસ્ત અથવા દ્રવ્ય-ભાવ-રાગને નમાવનારા અર્થાત્ દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે. દ્વેષને નમાવનારા : રાગની જેમ દ્વેષ પણ ચાર પ્રકારે છે. તેમાં નામસ્થાપના સુગમ છે. નોઆગમર્થ દ્રવ્યદ્વેષજ્ઞ, ભવ્ય, તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. તથતિરિક્તના કર્મદ્રવ્ય-દ્વેષ અને નોકર્પદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બધ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત -એ ચાર પ્રકાર છે. નોકર્પદ્રવ્ય-ષના દુષ્ટ વ્રણાદિ અનેક પ્રકાર છે. ભાવકૅષ એટલે દ્વેષ મોહનીયકર્મનો વિપાક બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે પ્રશસ્ત છે અને સમ્યકત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે. કષાયને નમાવનારા : કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન, એ અપ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી દ્વેષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્ય યુક્ત હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે. વ્યવહાર નયતા મતે ક્રોધ, માન અને માયા -એ ત્રણે દ્વેષ છે, કારણ કે-માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત થતી હોવાથી અપ્રીતિ-જાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે. ઋજુસૂત્ર નયના મતે માત્ર ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથો દ્વેષ છે. માન, માયા તથા લોભા પ્રીતિ-અપ્રીતિ ઉભય વિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભય રૂપ છે. જેમકે-માન એ સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણ દ્વેષવિષયક હોય ત્યારે દ્વેષ. એજ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાત આત્માને વિષે મૂચ્છની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણ દ્વેષ બને છે. શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકાર મૂચ્છત્મક હોવાથી લોભ અર્થાત રાગ સ્વરૂપ જ છે અને સ્વગુણોપકાર રહિત એજ માનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે. ઇન્દ્રિયોને નમાવનાર : “37/SH BIિ / ઇન્દ્ર એટલે જીવ, તેનું લિંગ એટલે ચિહન અર્થાત જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય. અથવા “$Q ૪ પૃષ્ટ ૨ /’ એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમજ નાનાવિધ ભવોમાં ભમતા સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે, તેથી જીવ એ પરમેશ્વર્યવાન કહેવાય છે. એ પરમેશ્વર્યના યોગથી તથા Page 21 of 65

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65