________________
૭. અગોચર ગોચર થયું
બાળ શ્રીમદે દાદા પંચાણભાઈને પૂછયું, “દાદાજી ! દાદાજી ! ‘ગુજરી જવું’ એટલે શું ?”
દાદા પંચાણભાઈ બાળ શ્રીમદૃનો આ સવાલ સાંભળીને ચમક્યા. અરે ! આ નાના બાળકને એનો અર્થ કહેવાય શી રીતે ? એ અર્થ જાણીને બીકથી છળી જાય, ડરી જાય તો શું ? આથી દાદા પંચાણભાઈએ વાતને ભુલાવવા માટે કહ્યું, “જા, જા. પહેલાં રોઢો (બપોરનો નાસ્તો) કરી લે, પછી બીજી વાત.”
બાળ શ્રીમદૂની જિજ્ઞાસા અડગ હતી. એમણે તો ફરી પૂછ્યું, “દાદા ! પહેલાં મને સમજાવો કે ‘ગુજરી જવું” એટલે શું ? પછી બીજી બધી વાત.” ગમે તેટલી કોશિશ કરવા છતાં બાળ શ્રીમદ્ પોતાની વાત પર અડગ રહ્યા. આથી આખરે દાદાએ સમજાવ્યું, “જો ‘ગુજરી જવું’ એટલે હવે તે બોલશે નહીં, હાલશે-ચાલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં. એનો જીવ નીકળી ગયો છે. એટલે એને મસાણ(સ્મશાન)માં બાળશે.”
ગુજરી જવું” એ વાતનો ખરો ભેદ પામવા માટે બાળ શ્રીમદ્ છાનામાના તળાવ પાસે પહોંચી ગયા. તળાવની પાળ ઉપર બે શાખાવાળા બાવળ પર ચડ્યા. ચડીને સ્મશાન ભણી નજર માંડી, તો ચિતા ભડભડ બળતી હતી. કેટલાક માણસો ઊભા હતા અને કેટલાક ચિતાની આસપાસ બેઠા હતા.
આ દૃશ્ય જોતાં જ બાળ શ્રીમદૂને પ્રથમ તો ધિક્કારની લાગણી થઈ. તેઓ વિચારવા લાગ્યા કે પોતાના તરફ સદાય પ્રેમથી વર્તનાર વ્યક્તિને આવી રીતે બાળી નખાતી હશે ? લોકો પણ કેવા ક્રૂર છે કે આવા સુંદર અને સારા માણસને આમ બાળી નાખે છે ! આમ વિચારતો બાળ શ્રીમદ્રના હૃદયમાં તત્ત્વનો ઊહાપોહ થયો. એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ છે, તો એમાંથી શું ચાલ્યું ગયું ? એ કયું તત્ત્વ છે ? આમ વિચારની શ્રેણીએ ચડતાં ચડતાં પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું. જાણે પડદો હટતાં કેટલાંય પૂર્વજન્મોની સ્મૃતિ જાગી ઊઠી ! આગળ જતાં એમણે જૂનાગઢનો ગઢ જોયો, ત્યારે પૂર્વજન્મોની વિશેષ સ્મૃતિ તરી આવી. એમને જાતિસ્મરણજ્ઞાન થયું. આ જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના જ્ઞાનના ભેદનો પ્રકાર છે. આ જાતિસ્મરણજ્ઞાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ્ અદભૂત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા. તેઓનાં આ વચનોમાં એમની વૈરાગ્યભાવના પ્રગટ થાય છે. | “અંતરજ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ વહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે... વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું ? તે ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશ્ય. વિચારવાન જીવ આધિ, વ્યાધિ તથા ઉપાધિના પ્રસંગો સ્મૃતિમાં લાવી, સંસારનો વિચાર કરે તો અનિત્ય પદાર્થોની આસક્તિ ઓછી થાય છે. મમત્વ, મોહ મોળાં પડે છે. અને અજર અમર અને નિત્ય એવા આત્મપદાર્થનો નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. જ્યાં જેણે અનેક ભવોના આધિ, વ્યાધિ તથા જન્મમરણનાં દુઃખો સ્મૃતિમાં આણ્યાં હોય અને પરિભ્રમણના કારણે પૂર્વભવે સત્પુરુષો પાસે પ્રત્યક્ષ સાંભળ્યાં હોય તેને તે સર્વ ત્રાસથી છૂટી એક માત્ર મુક્તિનો માર્ગ જ આરાધવાની તત્પરતા રહે,” આ રીતે મોટા મોટા મુનિઓને પણ દુર્લભ એવી વૈરાગ્ય સમ્યક વિચારણા શ્રીમદ્ કરવા લાગ્યા.
Jain Education damnational
F
argonal Private Use Only