Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 245
________________ 670767670ORORORORORORORORON. વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત, ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ (૨). પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ (રાળજ, ભાદ્ર પદ સુદ ૮, ૧૯૪૭) ( જિનવર કહે છે જ્ઞાન તેને ] (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨ NO (25(2):22NO COારજા છZSES દશમ

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258