________________
૧૯. બહુ પુણ્ય કેરા પુંજથી
મહાવીરના મૂળ માર્ગની વિશેષતા સમજાયા બાદ શ્રીમદ્જીએ “મોક્ષમાળા ની રચના કરી. મોક્ષમાર્ગમાં ઉપયોગી વૈરાગ્ય, ઉપશમ અને વિવેક વિશે એમણે વિસ્તારથી આલેખન કર્યું. માત્ર સોળ વર્ષ અને પાંચ મહિનાની વયે શ્રીમદે આ સર્જન કર્યું. જૈન ધર્મની બાર ભાવનાનું ઊંડાણપૂર્વક અને માર્મિકતાથી સ્વરૂપ સમજાવ્યું. આશ્ચર્યજનક હકીકત તો એ છે કે એમણે આ જન્મમાં કદી સંસ્કૃત કે પ્રાકૃતનો અભ્યાસ કર્યો નહોતો, તેમ છતાં માત્ર સવા વર્ષમાં બધા આગમોનું અવગાહન કરીને એના વિચારોહનરૂપે “મોક્ષમાળા'ની રચના કરી. વળી માત્ર ત્રણ જ દિવસમાં આવી ગંભીર અને ગહન કૃતિનું સર્જન કર્યું. વળી શ્રીમદે પોતે જણાવ્યું કે “મોક્ષમાળાના ૬૭માં પાઠ પર શાહી ઢોળાઈ જતાં એ પાઠ ફરી લખવો પડ્યો અને એ સ્થાને ‘બહુ પુણ્ય કેરા પુંજથી’ નામનું તત્ત્વવિચારના અણમોલ મોતી સમું કાવ્ય લખી દીધું.
આ કૃતિમાં શ્રીમદ્ મનુષ્યભવની દુર્લભતા દર્શાવીને મનુષ્યભવ વ્યર્થ વેડફાઈ ન જાય તે સામે સાવધ કરે છે. કાલ્પનિક સુખો શોધવા પાછળ સાચું સુખ કે મોક્ષસાધન રહી ન જાય તે માટે જાગ્રત કરે છે. સંસારમાં સંપત્તિ, અધિકાર કે પરિવારની વૃદ્ધિને જ મનુષ્યભવની સિદ્ધિ માનનાર વ્યક્તિ આ ભવ સાવ હારી જાય છે.
| તત્ત્વપિપાસુ જો શાંતભાવે, ‘હું કોણ છું ?’ ‘ક્યાંથી થયો ?’ ‘મારું સાચું સ્વરૂપ શું ?’ ‘કોના સંબંધે વળગણા છે. તે રાખું કે હું પરહરું ?” એવા સહેજ પ્રશ્નોનો શાંતભાવે વિચાર કરે તો એને આત્મતત્ત્વનો અમુલખ ભંડાર મળી જાય છે. આત્માનુભવી પુરુષના વચન પર શ્રદ્ધા રાખવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય.
કૃપાળુદેવે જિનેશ્વર ભગવંતની ભક્તિનો ઉપદેશ આપીને એનાથી કઈ રીતે ભવભ્રમણનો અંત આવી શકે એનું “મોક્ષમાળા 'માં માર્મિક આલેખન કર્યું છે. અનેક જન્મોના અથાગ પ્રયત્ન મળતી વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અહીં શ્રીમદ્દનું નિર્મળ, નિર્લેપ અને નિર્વિકારી એવું તત્ત્વરસિક હૃદય સર્વસંગ-પરિત્યાગની વાત કરે છે.
આ “મોક્ષમાળા'ના સર્જનનું નિમિત્ત તો વવાણિયાના ઉપાશ્રયમાં પધારેલા ત્રણ મહાસતીજીઓ છે. આ મહાસતી ઓએ મહાજ્ઞાની શ્રીમદૂની અસાધારણ શક્તિઓની વાત સાંભળી હતી, તેથી એમને શ્રીમદ્ પાસેથી ધર્મચિંતન સાંભળવાની ઇચ્છા જાગી. મહાસતીજીઓએ વવાણિયાના પોપટલાલભાઈ સમક્ષ પોતાની આ ઇચ્છા પ્રગટ કરી. પોપટલાલભાઈએ શ્રીમદૃને આ વાત કહી ત્યારે એમણે કહ્યું કે કબાટમાંથી જૈન આગમ ‘સુયગડાંગ સુત્ર' કાઢીને મહાસતીજીઓને આપી આવો અને બપોરે બે વાગે આપણે તેમના ઉપાશ્રયે જ ઈશું.
શ્રીમદ્ સમયસર ઉપાશ્રયમાં ગયા. મહાસતીજીઓ પાટ પર બેઠા હતા. શ્રીમદ્ નીચે બેઠા હતા, પરંતુ શ્રીમદે ‘સૂયગડાંગ સુત્ર'માંથી બે બે ગાથાઓ વાંચીને અદ્દભુત વિવેચન કર્યું. મહાસતીજીઓએ આવું વિવેચન કદી કોઈની પાસેથી સાંભળ્યું નહોતું, તેથી તેઓ આદરપૂર્વક ઊભા થઈ ગયા અને શ્રીમદૂને પાટ પર બેસવા કહ્યું. આ સમયે શ્રીમદે કહ્યું કે અમારે વ્યવહાર સાચવવો જોઈએ. અમે નીચે બેઠા છીએ તે બરાબર છે. - આ મહાસતીજીઓએ કહ્યું કે અર્ધમાગધી ભાષામાં લખાયેલાં ધર્મનાં સૂત્રો અમને સમજાતાં નથી, તો અમને જ્ઞાન મળી શકે તેવો કંઈક ઉપાય કરો. શ્રીમદે એમને માટે કંઈક લખી આપવાનું વચન આપ્યું અને એમાંથી વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધિની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય એવા હેતુથી, મધ્યસ્થતાથી “મોક્ષમાળા'ની રચના કરી. મહાસતીજીઓ જ્યાં સુધી ઉપાશ્રયમાં રહ્યા, ત્યાં સુધી શ્રીમદ્ રોજ ઉપાશ્રયમાં આવીને તેઓને આગમસૂત્રો સમજાવતા.
Jan Edition internatio
ForPortal Private Us Oy