________________
શ્રી જૈન દર્શનનો મમીe
પૂર્વના યોગસંસ્કારો લઈને જન્મેલા પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીની બાલ્યાવસ્થામાં ધર્મવિચારના બે આંતરપ્રવાહો વ્યક્ત-અવ્યક્ત રીતે વહી રહ્યાં હતા. એક પ્રવાહ તે વૈષ્ણવ ધર્મના સંસ્કારનો અને બીજો પ્રવાહ તે જૈનધર્મના સંસ્કારનો. એમના પિતામહ પાસેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા અને માતા દેવબા પાસેથી જૈનધર્મના સંસ્કારની પ્રાપ્તિ થઈ.
શ્રીમદ્જીએ સ્વયં આલેખેલી “સમુચ્ચયવયચર્યા” પ્રમાણે ધીરેધીરે જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્રાદિ પુસ્તકો તેઓને વાંચવા મળ્યા. તે પવિત્ર સૂત્રોમાં આલેખાયેલા જગતના સર્વ જીવો પ્રત્યેની મૈત્રીના પરમ ઉદાત્ત વિચારો તેઓના હૃદયને સ્પર્શી ગયા.
આ સમયે જૈન અને વૈષ્ણવ સંસ્કારો તરફ મિશ્ર વલણ રહ્યું હતું, પરંતુ સમય જતાં જૈન શાસ્ત્રોનો પરિચય વધતો ગયો અને તેમ તેમ જૈન ધર્મ તરફ તેઓનું વલણ વિશેષ થયું.
पक्षपातौ न में वीरं, न द्वेष: कपिलादिषु ।
युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મને વીર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિમદ્રયુક્તિયુક્ત હોય તેનો પરિગ્રહ કરવા યોગ્ય છે.”
| તેરથી સોળ વર્ષનો સમય શ્રીમદજીના ધર્મમંથનનો અથવા તો તત્ત્વમંથનનો સમય બની રહ્યો. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે તેરમા વર્ષે દુકાનનો કારોબાર સંભાળવાની સાથોસાથ તેઓએ સમસ્ત આગમોનું ઊંડુ તલસ્પર્શી અવગાહન કર્યું. રોજે રોજ ઉત્કૃષ્ટ ઉપાસના કરતા હોવાથી તેઓમાં શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિ થવા લાગી.
સંસ્કૃત અને પ્રાકૃત્તનો અભ્યાસ ન હોવા છતાં પૂર્વના યોગસંસ્કાર સાથે જન્મેલા પ્રજ્ઞાનિધાન શ્રીમદ્જીને જૈન આગમોનું તલસ્પર્શી અને તત્ત્વસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત થયું. તત્ત્વમંથનના સમયગાળા દરમિયાન તત્ત્વપરીક્ષા કરનારા શ્રીમદ્જીએ પદર્શન દર્શાવનારા જે જે ગ્રંથો મળ્યા, તેનું મધ્યસ્થ ભાવે ઊંડું અધ્યયન કર્યું. આમ શ્રીમદ્જી જિનદર્શનમાં-વીતરાગ-દર્શનમાં દૃઢ નિશ્ચયી બન્યા. સાદવાદી જિન દર્શન એ જ નિરાગ્રહ અને નિરાગ્રહ એ જ જિનદર્શન - એમ એમને દૃઢ શ્રદ્ધા થઈ.
સર્વ દર્શનને પોતાના વિશાળ અંગમાં સમાવી લે એવી જિનદર્શનની અદ્ભુત વિશાળતા છે, કારણ કે અનેકાંતમાં માનનારું જિનદર્શનનું સર્વદર્શન વ્યાપકપણું
ET '
'
Join Edotior International