________________
જીવ ! હવે થોભ, એ નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા“આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા'. (પત્રાંક : ૧૩૫)
***
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહે ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો નિારો આવવાનો નથી. (પત્રાંક : ૧૪૩)
**
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (પત્રાંક : ૧૫૩)
***
સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : -
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી તે વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર નિ દિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, સત્’ મળ્યા નથી, “સતુ' સુપ્યું નથી, અને “સતુ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુર્યો, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. (પત્રાંક : ૧૯૩)
|
**
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્યરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.