________________
Jaiti Education Instrational
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત
જીવનની સૌથી મોટી યાત્રા એ અંતરયાત્રા છે. પ્રબુદ્ધ માનવી એ અંતરયાત્રાના એક પછી એક સોપાન સર કરતો જાય છે અને કોઈ વિભૂતિ એ અંતરયાત્રાના માર્ગે પ્રવાસ કરીને ચરમ શિખરે પહોંચતી હોય છે, પરંતુ આવી મહાન વિભૂતિઓ કે આત્માઓના ગહન ઊંડાણનું માપ આપણે ક્યાંથી પામી શકીએ ?
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ દશાનું સંપૂર્ણ ચિત્ર તો આપણે ક્યાંથી મેળવી શકીએ ? વધુમાં વધુ તો એની થોડી રેખાઓ જોઈ શકવાની આપણી ક્ષમતા છે, પરંતુ પરમ કૃપાળુદેવના વચનામૃતમાં તેઓની અંતરંગ દશાનું આલેખન થયું છે. એ અંતરંગ દશાનું અહીં અમે આલેખન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે મુમુક્ષુ આત્મા આમાંથી યથાશક્તિ સમજ, બોધ, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરે અને એ રીતે એ આધ્યાત્મિક કલ્યાણના માર્ગે પ્રગતિ સાધે.
***