Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 235
________________ નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સાસ્ત્ર, સવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. (વ. ૫. ૫૮૫) અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોલબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. (વ. ૫. ૬૪૭). * * * ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પરુષમાં વર્તે છે. (વ. ૫. ૭૦૬) * * * ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું - બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. પ્રત્યક્ષ સદ્દગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. ઘણા જીવોને પ્રાપ્તિ. (વ. ૫. ૭૦૯). * * * મહતું પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો (કારણ કે) તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. (વ. ૫. ૯૧૩) *** આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ચતુરંગુલ હૈ દગસેં મિલ હૈ – એ આગળ પર સમજાશે.' એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. (વ. ૫. ૯૧૭) *** સમ્યફ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનમાં મૂળ છે તે જ્ઞાનમાં તીણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (વ. ૫. ૯૩૯) *** | (ECOOPERFOR TRાર૩૪ 959Z9X95959Z9Z કરી છે

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258