Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 228
________________ મોક્ષમાર્ગનું રહસ્ય જૈનદર્શનમાં સાધનાની સર્વોચ્ચ ભૂમિકાએ મોક્ષની ભાવના રહેલી છે. ભગવાન મહાવીરે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. આવા મોક્ષમાર્ગનું રહસ્ય અત્યંત ગૂઢ અને ગહન હોય છે. જ્ઞાની મહાત્માઓ એ રહસ્યની ગદ્ય કે પદ્યમાં ગૂંથણી કરતા હોય છે. કોઈ પુણ્યવાન સાધક એ શાસ્ત્રગ્રંથ વાંચે, ત્યારે એના ચિત્તમાં એનો ગહન અર્થ જાણવાની તીવ્ર તાલાવેલી જાગે છે. આવી અંતરની આરત જાગે અને સાચા દિલથી ઝંખના થાય ત્યારે કોઈ મહદ્ પુણ્યના બળે વિરલ સપુરુષનો સત્સમાગમ થાય છે. એ સત્પરુષની કૃપાથી મોક્ષમાર્ગના મર્મને સમજે છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે, “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પરુષના અંતરાત્મામાં રહ્યો છે.” આમ સપુરુષનો યોગ થાય તો જ સર્વોચ્ચ મોક્ષમાર્ગનું ગહન રહસ્ય પામી શકાય. શ્રીમદ્ રાજચંદ્ર અને અન્ય વિભૂતિઓએ ભિન્ન ભિન્ન રીતે મોક્ષમાર્ગના મર્મને પોતાની પાવન વાણીમાં પ્રગટ કર્યો છે. સાધક એ મર્મને પામે તો એનો મનુષ્યભવ કૃતાર્થ થઈ જાય. કષાયજન્ય પરિણામને કારણે ભવભ્રમણરૂપ રોગથી પીડાતા માનવીને પુરુષરૂપી વૈદ્યની કૃપાથી “શાંત સુધારસ” સમી સાચી ઔષધિ પ્રાપ્ત થાય તો એના સેવનથી એનો અનાદિ કાળનો ભવરોગ ટળી શકે છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના મહામુમુક્ષુ મુનિશ્રી લલ્લુજી મહારાજે જુદાં જુદાં સ્થળ અને સમયે આ ગહન માર્ગનો નિર્દેશ કર્યો છે. આ વિષયમાં તેઓ ઉપદેશામૃત' ગ્રંથમાં લખે છે : “પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત - જે દી તે દી પણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે ......................... અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન !” (પૃ. ૧૯૯). ગુરુની કૃપાની વિશેષતા દર્શાવ્યા બાદ આ જ ગ્રંથમાં તેઓ લખે છે – “ગુરુગમ શું ? એ સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે ? એ સમજણ સદૂગુરુના બોધને શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય. યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે.” (પૃ. ૪૦૨) તેઓ આ ગ્રંથમાં કહે છે, “આત્મભાવ પામવા માટે ગુરુગમ જોઈએ; કારણ જેમ તિજોરી ચાવી વગર ખૂલે નહીં; તેમ આત્મ ઓળખાણ તો સદ્ગુરુ કરાવે ત્યારે થાય.” (પૃ. ૪૨૪) આમ જ્ઞાન અને ધ્યાન માટે સદ્દગુરુ જોઈએ. મોક્ષમાર્ગના રહસ્ય વિશે શ્રીમદ્ રાજચંદ્રજીના “વચનામૃતમાં ઘણું કહેવામાં આવ્યું છે. અહીં વચનામૃતના સાગરમાંથી મોક્ષમાર્ગના રહસ્યની જ્ઞાનપારિ ભરી નાની ગાગર ભરવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમદૂના મોક્ષમાર્ગના રહસ્ય વિશેનું વચનામૃતમાંથી સંકલિત કરેલું ચિંતન વાંચીને હૃદયમાં અવધારીએ. Jain Education International

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258