Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 231
________________ ‘સ’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સતુ’ જે કંઈ છે, તે “સતું' જ છે, સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સતુ’ જણાતી નથી, અને “સતુ'ની નજીક સંભવતી નથી. ‘સતુ” છે, તે ભ્રાંતિ નથી ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુ) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સતુની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સભ્યપ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. (વ. ૫. ૨૧૧) * * * સતુને વિશે પ્રીતિ, “સતુરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવાયોગ્ય છે. (વ. ૫. ૨૩૮). *** જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ (ભગવાન આત્મા) આવશે. (વ. ૫. ૨૪૭). *** ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપે સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય(વ. ૫. ૨પ૩). બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. (વ. ૫. ૨૫૮). *** ‘જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258