________________
ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક : ૪૩૬)
**
આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. (પત્રાંક : ૪૭૧).
*
*
“હે જીવો ! તમે બૂઝો, સમ્યક-પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો; અને “સર્વ જીવ' પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. (પત્રાંક : ૪૯૧)
***
જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. (પત્રાંક : ૪૯૬)
હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયોગ્ય છે. (પત્રાંક : ૫૦૫)
***
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કાયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવાયોગ્ય છે. (પત્રાંક : ૫૧૬)
ગં ગં ગં
જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. (પત્રાંક : ૫૪૮)
મેં એક ગર કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. (પત્રાંક : પપ૧).
ગ ગ જો જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણેક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના