Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 204
________________ જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. (ઉપદેશ છાયા - ૫) *** જૈન માર્ગ શું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યાં જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે ? તો તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે. (ઉપદેશ છાયા ૧૩) *** (૩૭) જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન' તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન' અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. (૮૨) જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. (૧૨૯) સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન - આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે તે શાંત દશા પામવા સારું જે પરિણતિ અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન' - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (વ્યાખ્યાનસાર-૧) *** (૧૮) સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે. (૨૦) જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે. અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. (વ્યાખ્યાનસાર - ૨/૪) *** (૧) સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. “માર' એ શબ્દ જ “મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. (વ્યાખ્યાનસાર - ૨/૨૧) *** ૩૫ જૈન કહે છે કે આત્મા - નિત્ય, અનિત્ય, પરિમાણી, અપરિણામી, સાક્ષી, સાક્ષી-કર્તા છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૮૦) * ** ૨૦૩ . 2 /

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258