________________
જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. (ઉપદેશ છાયા - ૫)
***
જૈન માર્ગ શું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યાં જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે ? તો તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે. (ઉપદેશ છાયા ૧૩)
***
(૩૭) જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન' તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન' અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે.
(૮૨) જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે.
(૧૨૯) સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન - આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે તે શાંત દશા પામવા સારું જે પરિણતિ અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન' - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (વ્યાખ્યાનસાર-૧)
***
(૧૮) સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે.
(૨૦) જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે. અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. (વ્યાખ્યાનસાર - ૨/૪)
***
(૧) સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. “માર' એ શબ્દ જ “મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. (વ્યાખ્યાનસાર - ૨/૨૧)
***
૩૫
જૈન કહે છે કે આત્મા - નિત્ય, અનિત્ય, પરિમાણી, અપરિણામી, સાક્ષી, સાક્ષી-કર્તા છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૮૦)
*
**
૨૦૩ .
2
/