Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો, તથારૂપ સત્સંગ સદ્દગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે, ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી. તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું તે ટાળી પશુવતુ કરવા જેવું થાય.
ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મોહ વૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી. (પત્રાંક : ૭૦૪).
***
દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. જૈન સૂત્રો હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. (પત્રાંક : ૭૧૩)
***
ૐ જિનાય નમ: ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજવા કઠણ છે. પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ.
જિનપરિભાષા - વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા યોગ્ય છે. (પત્રાંક : ૭૧૪)
*
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. (પત્રાંક : ૯૦૧)
શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપુર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા વીતરાગ માર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં.
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાલમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો.
શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી. અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી. તેમાં પ્રવર્તવું યોગ્ય છે આવી વિચારણાને પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. (ઉપદેશ નોંધ ૯)
*
હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમ કે
( &>(>CCC RECRUાર0ર
છZZZZZZછે,

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258