________________
૭૫. બળવાન ઉપકારી સાધન
| વિ. સં. ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે શ્રીમનો ઉતારો હતો. એમની સાથે એમનાં માતા દેવબા અને પત્ની ઝબકબા હતાં. આ સમયે મુનિઓ ચાતુર્માસ પૂર્ણ કરીને અમદાવાદ આવ્યા હતા.
શ્રીમની પાસે ‘જ્ઞાનાવર્ણ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ નામના દિગંબર સંપ્રદાયના હસ્તાક્ષરમાં લખેલા બે મોટા ગ્રંથો હતા. એમણે મુનિશ્રી લલ્લુજી અને મુનિશ્રી દેવકરણજીને માતા દેવબા અને પત્ની ઝબકબાના હાથે આ ગ્રંથ વહોરાવ્યા. એ વખતે સાથેના અન્ય મુનિઓ વિહારમાં ધર્મગ્રંથો ઊંચકવામાં પ્રમાદ-વૃત્તિ સેવતા હતા. શ્રીમદ્દને આનો ખ્યાલ આવતાં એ પ્રમાદ દૂર કરવાના ઉદ્દેશથી તેઓ બોલ્યા, | “હવે મુનિઓ, આ જીવે સ્ત્રી-પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સત્વરુષોની કે ધર્માત્માની સેવા-ભક્તિ પ્રમાદરહિત ઉઠાવી નથી.”
એ પછી મુનિશ્રી લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું, “તમારે શ્રી દેવકરણજી પાસેનો ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવો, તેમજ શ્રી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથ શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવો.”
વળી શ્રીમદે દરેકને આપેલા ગ્રંથો વાંચી, વિચારી, પરસ્પરને આપવાની ભલામણ પણ કરી. | દિન-પ્રતિદિન શ્રીમના દેહનું સ્વાથ્ય કથળતું જતું હતું. આને કારણે સગાં-સંબંધીઓ અને મુમુક્ષુઓ ચિંતાતુર, આકુળ-વ્યાકુળ અને અસ્વસ્થ હતાં, પણ આત્મારામી શ્રીમદ્ તો અત્યંત નિરાકુળ અને પૂર્ણ સ્વસ્થ જ હ વઢવાણમાં શ્રીમની વીતરાગમૂર્તિનો સાક્ષાત્કાર કરાવે એવા ફોટાનો - પદ્માસન અને કાયોત્સર્ગ મુદ્રાવાળા ચિત્રપટનોમુમુક્ષુ જગતને લાભ મળ્યો. મુમુક્ષુભાઈ શ્રી સુખલાલની ખાસ ભક્તિપૂર્ણ વિનંતીને કારણે શ્રીમદે આ ચિત્રપટ માટે અનુમતિ આપી. - આ ચિત્રપટ પડાવ્યાના બીજા દિવસે શ્રીમદ્રની સતત સેવામાં રહેનાર મુમુક્ષુ ભાઈશ્રી મન:સુખભાઈ દેવશી પ્રત્યે શ્રીમદે સ્વયં અનંત કરુણા કરી કહ્યું હતું : | “શરીર અતિ ક્ષીણ છતાં પોતે મનોબળથી ચાલીને ગયા હતા. તે વખતે શ્રી પાર્શ્વનાથજી ભગવાન જંગલમાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા હતા. ત્યારે કેમઠ દેવતાએ ઉપસર્ગ કયો તેના પ્રત્યે દ્વેષ નહિ અને ધરણેન્દ્ર દેવતાએ રક્ષણ કર્યું તેના પ્રત્યે રાગ નહિ, એવી અદ્ભુત પરમ વીતરાગદશા પાર્શ્વપ્રભુની હતી તેવી પરમ વીતરાગદશા અમારી તે વખતે પ્રાપ્ત હતી.” (અપ્રગટ હાથનોંધમાંથી)
શ્રીમદ્દને શ્રુત તરફ અગાધ પ્રેમ હતો. આવા ધર્મગ્રંથોનો સતત સ્વાધ્યાય હોવો જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. અમૃત જેમ મૃતને સજીવન કરે છે તેમ શ્રત વ્યક્તિને સાર્થક જીવન, પરમાર્થી ભાવજીવન અને ભાવમરણમાંથી અમૃતતત્ત્વ આપે છે. વીતરાગશાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે તેમ કહેતા. તેઓ લખે છે –
“વીતરાગ શ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દૃષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગદ્ભુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહતુ પુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.” (પત્રાંક : ૭૫૫)
Jal Education International
For Personal Private Use Only
For Parental