________________
S STS STS STS STS
૨૨. વૈભવ અને વૈરાગ્ય | મુંબઈમાં શતાવધાની કવિ તરીકે શ્રીમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ, અખબારો અને સામયિકોએ એમની અતીન્દ્રિય શક્તિઓ પર પ્રશંસાનાં શબ્દપુષ્પો વેર્યા. મુંબઈની અનેક નામાંકિત વ્યક્તિઓનો એમને પરિચય થયો, વળી કેટલીય અગ્રણી વ્યક્તિઓ ચમત્કારિક શક્તિ ધરાવતા શ્રીમદ્ સાથે ગાઢ પરિચય કેળવવા આતુર હતી. મુંબઈમાં તાતા નામના એક પારસી ગૃહસ્થ શ્રીમદ્ને પોતાનો વૈભવપૂર્ણ આલિશાન બંગલો બતાવ્યો. એના પ્રત્યેક વિશાળ ખંડમાં મૂકેલી કીમતી ચીજવસ્તુઓ મૂલ્યની વિગત સહિત દર્શાવી. વિલાયતથી ખાસ મંગાવેલું ફર્નિચર અને બંગલાની અન્ય કીમતી સાધનસામગ્રીનું વિગતવાર વર્ણન કર્યું. સખાવત માટે જાણીતા તાતાની ઇચ્છા એવી હતી કે બીજાઓની માફક શ્રીમદ્ એમના વૈભવનાં ભારોભાર વખાણ કરે. આજ સુધી એવું જ બનતું આવ્યું હતું. જે કોઈ આવે તે આ બંગલાનાં વખાણ કરતું, પરંતુ આવા બાહ્ય વૈભવની વૈરાગ્ય રસમાં લીન એવા શ્રીમને શી અસર થાય ? ( વિશાળ અને આલિશાન બંગલો જોયા પછી શ્રીમદે એટલું જ કહ્યું કે, “આને કોણ ભોગવશે ?” આસપાસ ઊભેલી વ્યક્તિઓએ શ્રીમદૃના આ શબ્દો સાંભળ્યા. વૈભવના આડંબરથી ધનના અહમને અજાગ્રતપણે પોષતા તાતાના કાને આ શબ્દો પડ્યા. મહાપુરુષોના શબ્દોમાં ભાવપરિવર્તનની અપ્રતિમ શક્તિ હોય છે. શ્રીમદ્દના આ શબ્દોએ ધનવાન તાતાના દિલમાં અનેરી ઉદાત્ત ભાવના જગાડી. તાતા નિઃસંતાન હતા. પરિણામે એમણે પોતાની પારસી કોમનાં તમામ ભાઈબહેનોને પોતાનાં સંતાનસમાન ગણ્યાં. મૃત્યુ પૂર્વે તેમણે ટ્રસ્ટની રચના કરી અને પારસી કોમનાં ‘પોતાનાં સંતાનોને સહાયરૂપ થવા માટે સર્વ સંપત્તિ ટ્રસ્ટીઓને સોંપી ગયા.
નાની વયથી જ શ્રીમદે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી, જેતપુરમાં શ્રી શંકર પંચોળી નામના વિદ્વાન જ્યોતિષીને મળવાનું બન્યું. એમણે શ્રીમદૂની પ્રશ્નકુંડળી બનાવીને ભવિષ્ય ભાખ્યું હતું કે તેઓ મુંબઈ તરફ પ્રયાણ કરશે અને અમુક સમયમાં સારો દ્રવ્યલાભ થશે. શ્રીમદૂનું મુંબઈ તરફ પ્રયાણ તો થયું, પરંતુ જ્યોતિષીએ કહેલી સમયમર્યાદામાં એમણે જણાવેલો દ્રવ્યલાભ ન થયો. | આ ઘટનાએ શ્રીમમાં જ્યોતિષ વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જગાવી. એ પછી તો ઊંડા અભ્યાસને પરિણામે શ્રીમદે એ જ શંકર પંચોળીને નષ્ટ વિદ્યાનો પ્રયોગ બતાવીને આશ્ચર્યચકિત કર્યા હતા. આ વિદ્યાથી વર્ષ, મહિનો, તિથિ કે સમય વિનાની સાચી કુંડળી પરથી એ કુંડળીનાં વર્ષ, મહિનો, તિથિ, વાર, સમય સાચાં કહી શકાય. શ્રીમદૂની આ શક્તિ જોઈને શ્રી શંકર પંચોળીને આશ્ચર્ય થયું હતું. એમણે શ્રીમદ્રને આ વિદ્યા શીખવવા માટે વિનંતી પણ કરી હતી. શ્રીમદ્ સામુદ્રિક શાસ્ત્રથી અર્થાત્ હાથ, મુખ, વગેરે શરીરનાં અંગોનું અવલોકન કરીને પણ જ્યોતિષ જોઈ શકતા હતા.
શ્રીમન્ને ચમત્કારિક જ્ઞાન અને જ્યોતિષ દ્વારા ભવિષ્યમાં થનારા બનાવોનાં એધાણ મળતાં હતાં. તેઓ આ અંગે અગાઉથી ચેતવણી પણ આપતા હતા. વવાણિયામાં વીરજી દેસાઈ નામના એક ભાઈ રહેતા હતા. એક વાર શ્રીમદ્દ એમની સાથે જંગલમાં ફરવા નીકળ્યા હતા, ત્યારે શ્રીમદે વાતવાતમાં પૂછયું, “કાકા, મારી કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” | વીરજીભાઈએ ત્યારે તો શ્રીમદના આ પ્રશ્નનો કશો ઉત્તર વાળ્યો નહીં. બન્યું એવું કે છ મહિના બાદ વીરજીભાઈનાં પત્નીનું અવસાન થયું.