________________
૩૨. પરમાર્થરંગ. પરમસખLL શ્રી સોભાગભાઈનો આત્મા શ્રીમદ્ ત૨ફ ભક્તિભાવે નમી પડયો. એ મણે અંતરના આનંદ સાથે શ્રીમદૂના ચરણમાં ત્રણ નમસ્કાર કર્યા. એ પછી શ્રીમદ્દે તેમને ‘તરણા ઓથે ડુંગર રે. ડુંગર કોઈ દેખે નહિ.' એ પદનો મર્મ સમજાવ્યો.
શ્રીમદ્રના હૃદયમાં “મને મારો સંત સ્નેહી ક્યારે મળશે” તેવી તીવ્ર ઝંખના હતી. સોભાગભાઈ જેવા વિરલ પરમાર્થ પુરુષનો મેળાપ થતાં એ પરિપૂર્ણ થઈ. બંનેના હૃદયમાં આત્માનંદનાં પૂર ઊમટ્યાં. જાણે યુગોથી વિખૂટા પડ્યા હોય એવા બે મહાન આત્માઓનું ધરતી પર મિલન થયું. સોભાગભાઈને જેમ શ્રીમના પ્રથમ દર્શને પરમાર્થ ગુરભાવ પ્રગટ્યો એ જ રીતે શ્રીમદ્રના હૃદયમાં પણ શ્રી સોભાગભાઈના દર્શને કોઈ અપૂર્વ અવર્ણનીય ભાવ જાગ્યો. શ્રીમદ્ને આત્મદશાનું સ્મરણ થયું. પોતાના પૂર્વજન્મમાં કરેલી પરમાર્થમાર્ગની આરાધના યાદ આવી. અત્યાર સુધીની સાધનામાં પરમાર્થની જે કડી ખૂટતી હતી તે શ્રીમદુને સાંપડી. તેઓ આત્યંતિક પરમાર્થ-અનુભવમાં લીન થઈ ગયા. આમ સોભાગભાઈને કારણે ઉભય જ્ઞાનીઓને પરસ્પર અધ્યાત્મ યોગ સાંપડ્યો. શ્રી સોભાગભાઈના સત્સમાગમના અનુગ્રહથી, કપાપ્રસાદેથી પરમાર્થપ્રવૃત્તિમાં ઘણો વેગ આવે છે. હૃદયનો સંવેગ અત્યંત વધી જાય છે. | કેવું અદ્ભુત મિલન ! કેવો અનન્ય ઋણાનુબંધ ! કેવો અપૂર્વ યોગ ! શ્રી સોભાગભાઈ માત્ર પથદર્શક બન્યા નહીં, ફક્ત ગુરુના આજ્ઞાંકિત શિષ્ય બન્યા નહીં કે પરમસખા થયા નહીં, પરંતુ એમણે પથદર્શક, શિષ્યપદ અને પરમમિત્રનું પદ – એમ ત્રણેય પ્રાપ્ત કર્યા. શ્રીમદ્દ શ્રી સોભાગભાઈના આવા ત્રિવેણીસંગમનો આનંદ અનુભવવા લાગ્યા. વળી બંનેને પ્રથમ દર્શને ચરમ આનંદની પરમ અનુભૂતિ થઈ. આથી જ વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા વદ ૧૩ના દિવસે શ્રીમદ્ સોભાગભાઈને પ્રથમ પત્ર લખે છે ત્યારે એ પત્રના મથાળે શંકરાચાર્યનું પ્રસિદ્ધ વચન ટાંકે છે. ‘ક્ષUTમgિ Mનસંપતિરે 7 મતિ ભવાઈfવતરને નૌT' (ક્ષણવારનો પણ સત્યરુષનો સમાગમ તે સંસારરૂ ૫ સમુદ્ર તરવાને નોકારૂપ થાય છે.) - આ વચનની યથાર્થતા દર્શાવી શ્રીમદ્ સોભાગભાઈને આવા ‘સજ્જન સન્દુરુષ' કહે છે. એ પછી તેઓ લખે છે, “આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” આનો અર્થ એ કે શ્રીમદ્દના સત્સમાગમથી જેમ શ્રી સોભાગભાઈ લાભાન્વિત થયા તે રીતે સોભાગભાઈના સમાગમથી શ્રીમદ્રને લાભ પ્રાપ્ત થયો. શ્રીમદ્ કરતાં શ્રી સોભાગભાઈ વયમાં ૪૪ વર્ષ મોટા હતા. આમ છતાં બંને વચ્ચે આત્માનંદનો સેતુ સધાયો. શ્રીમદ્ પરમાર્થરંગી શ્રી સોભાગભાઈ પ્રત્યે લખે છે, “પરમાર્થરૂપ થવું અને બીજા અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.”
- આમ શ્રીમદ્ પોતાની વર્તમાન સ્થિતિ દર્શાવે છે અને સોભાગભાઈને કહે છે કે ઉપાધિજન્ય સંયોગને લીધે હાલ પરમાર્થરૂ ૫ થવાનું અને અન્ય મુમુક્ષુઓને પરમાર્થ સાધનામાં સહાયક થવાનું શક્ય બનતું નથી, પરંતુ તેમનું પરમ ઉદાત્ત જીવનધ્યેય તો આ જ છે અને આ રીતે શ્રીમદ્ ‘આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી સોભાગભાઈ’ એવું સંબોધન કરીને પત્ર લખે છે અને એ પછી તો શ્રીમદે શ્રી સોભાગભાઈને લખેલા પત્રોની એકધારી પરંપરા જોવા મળે છે.