________________
૩૦. આધ્યાત્મિક સંગમના કાંઠે
એક સમયે શ્રી સોભાંગભાઈના પિતાશ્રી લલ્લુભાઈ લીબડી રાજ્યના કારભારી હતા. રાજમાં ખેલાતા રાજકીય ફૂડ-કપટને કારણે લલ્લુભાઈને કારભારીનું પદ છોડવું પડ્યું. તેઓ સંતોની ભૂમિ અને ભગતના ગામ તરીકે જાણીતા સાયલા ગામમાં આવીને વસ્યા. સમયના પ્રવાહ સાથે એમની આર્થિક સ્થિતિ પણ ઘસાવા લાગી.
મુશ્કેલીથી મૂંઝાયેલો માનવી ઘણી વાર મંત્રતંત્ર તરફ દોરી જાય છે. લલ્લુભાઈએ એવા રિદ્ધિ-સિદ્ધ આપનારા સાધુની ખોજ ચલાવી. એમણે જાણ્યું કે રતલામ શહેરમાં રહેતા મારવાડી યતિ આવી શક્તિ ધરાવે છે. તેઓ રતલામ આવ્યા અને એ વૃદ્ધ યતિ સમક્ષ પોતાની આર્થિક દુર્દશાનું હૃદયદ્રાવક વર્ણન કર્યું.
વૃદ્ધ યતિ લાભ આપનારા નીકળ્યા, પરંતુ તે આર્થિક લાભને બદલે અધ્યાત્મ લાભ. એમણે મંત્રવિદ્યા કે સાધુસેવાથી અર્થનો અનર્થ કામના કરવા માટે લલ્લુભાઈને ઠપકો આપ્યો. લલ્લુભાઈએ સંપત્તિના મોહથી થયેલા દોષને માટે ક્ષમા માગી અને નિ:સ્પૃહ ભાવે વૃદ્ધ યતિની સેવા કરી.
| એક વાર લલ્લુભાઈએ આ સાધુ મહારાજને આત્મસાધન બતાવવા વિનયપૂર્વક વિનંતી કરી, ત્યારે આ વ્યક્તિ સુપાત્ર છે, તેમ જાણીને લલ્લુભાઈને સુધારસ નામની યોગક્રિયાની – બીજ જ્ઞાનની પરમાર્થ રહસ્યભૂત વાત કરી. વળી એમ પણ કહ્યું કે યોગ્ય પાત્રને આ આપશો તો તેને આ વિદ્યા જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારી થઈ પડશે. એ પછી લલ્લુભાઈ સાયલા ગામમાં આવ્યા અને અર્થોપાર્જન કે વ્યવહાર પ્રવૃત્તિ છોડીને આ પરમાર્થ રહસ્યભૂત બીજ જ્ઞાનની આરાધનાની દુનિયામાં લીન થઈ ગયા. તેઓ એનું અહર્નિશ ધ્યાન કરતા અને તે પોતાને જંગમ સામયિક છે તેમ કહેવા લાગ્યા.
તેમણે આ જ્ઞાન પોતાના પુત્ર સોભાગભાઈને આપ્યું અને યોગ્ય પાત્ર મળે તો તેને આપવાની આજ્ઞા ફરમાવી. આ મંત્ર પામીને શ્રી સોભાગભાઈ પ્રસન્ન થયા. એ પછી થોડા સમય બાદ શ્રી સોભાગભાઈને જેતપુર જવાનું બન્યું. એ સમયે શ્રીમદ્દ પણ જોતપુરમાં આવ્યા હતા. શ્રીમદુની પ્રતિભાશાળી કવિ, શતાવધાની અને અદભુત સ્મરણશક્તિ ધરાવનાર વ્યક્તિ તરીકેની ખ્યાતિ શ્રી સોભાગભાઈએ સાંભળી હતી.
શ્રી સોભાગભાઈને થયું કે આવી યોગ્ય વ્યક્તિને ‘બીજ જ્ઞાન નો મંત્ર આપીએ તો એમના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થઈ શકે. શ્રી સોભાગભાઈએ એમના પિતા લલ્લુભાઈની શ્રીમદ્રને બીજ જ્ઞાન આપવા અંગે સંમતિ માંગતાં
કહ્યું,
| “આખા કાઠિયાવાડમાં હાલ રાયચંદ કવિ પરમ યોગ્ય પુરુષ તરીકે પંકાય છે. આપની અનુમતિ હોય તો હું તેમને બીજ જ્ઞાન દર્શાવું.” પિતાની અનુમતિ મળતાં શ્રી સોભાગભાઈ જેતપર ગયા. તેઓએ શ્રીમદ્ ક્યાં છે તેની તપાસ કરી. એમને જાણ થઈ કે શ્રીમદ્ એમના બનેવી ચત્રભુજ બેચરની દુકાને બેઠા છે, આથી શ્રી સોભાગભાઈ જેતપરની બજારમાં નીકળ્યા અને શ્રીમદ્રને મળવા ગયા.