Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil View full book textPage 7
________________ ત્યાર પછી બાવીસ વર્ષે પિતાની તલવારનાં બળે અને રાજ્યતંત્ર કૌશલ્યથી કાઠીઆવાંડમાં પ્રસિદ્ધિ પામેલા શેખ મીયાં સાહેબ માંગરોળના પહેલા શેખ તરીકે તખ્તનશીન થયા. ' આ માંગરાળ સ્વસ્થાની સ્થાપનાર આ પ્રખ્યાત શેખ મીયાં સાહેબના હાલની શિખ સાહેબ છઠ્ઠા વારસ અને પાંચમા વંશજ છે. " શેખ શ્રી મોહમ્મદ જહાંગીર મીયાં સાહેબનો જન્મ ૧૮૬૦ માં થએલો છે, અને હાલમાં તેઓ સાહેબની ઉમ્મર ૫૩ વર્ષની છે. ૧૯૦૮ માં જન્નત નશીન થએલ પિતાના અપુત્ર ભાઈ શેખ શ્રી હુસેન મીયાં સાહેબ પછી તે નામદાર તખ્તનશીન થયા છે. - ૧૮૨ માં તેઓશ્રી રાજકુમાર કોલેજમાં દાખલ થયા હતા, અને રાજકુમાર કોલેજના કાઠીઆવાડના થડાજ પ્રથમના રાજકુમારો પિકીના એક તરીકે માન ભોગવે છે; કોલેજમાં પોતાની હુંશીયારી અને પિતાના પુરાતેની ખાનદાન વંશના પ્રતાપે નામદાર લોર્ડ રે’ના રાજ્યકારેબારમાં મુંબઈ ઇલાકામાં સીવીલ સરવીસના પહેલા મુસલીમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ નામદાર અમદાવાદના આસી. કલેકટરના હેદ્દા ઉપર હતા, અને પિતાના ખાતાંની પરીક્ષા ઘણે ઉંચે નંબરે પસાર કરી હતી. પિતાની નોકરી દરમીયાનના રેવન્યુ-મુલ્કી અને જ્યુડીશીઅલ-દિવાની અનુભવથી એક એવા રાજ્યકર્તા નિવડયા છે કે હિંદુસ્તાનના દેશી રાજ્ય કર્તાઓમાં તેવા ભાગ્યેજ જોવામાં આવે છે. ના. શેખ સાહેબની મુસલમાન કોમ તરફની લાગણી ઘણું ધ્યાન ખેંચવા જેવી છે. તેઓશ્રી મરહુમ સર સૈયદના એક જુના પ્રશંસક છે, અને અલીગઢની તમામ હીલચાલોના એક સાદા અને સાચા હીમાયતી છે. સ્ટેટની દેવાદાર સ્થીતી હોવા છતાં પણ રૂા. ૧૦૦૦૦) દસ હજાર રૂપિયાની ઉમદા બક્ષીસ, અને બે વરસ પહેલાં મર્તમ ડેપ્યુટેશનને આપેલા ઉમદા સકારથી તેઓ સાહેબ કેળવણીની પ્રગતિ તરફ કેવી નેક લાગણી ધરાવે છે, તે સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શકે છે. દિવસોના દિવસો સુધી જાતીશ્રમ ઉઠાવીને પોતે માંગરોળમાં પણ એક મક્કમ પાયાની મસા સ્થાપી છે. જ્યારે તેઓશ્રી ગાદી ઉપર આવ્યા ત્યારે માંગરોળની એંગ્લોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 486