Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil View full book textPage 6
________________ ૭૮૬ રયાસત માંગરોળ (કાઠીઆવાડ)ના નામદાર દરબારશ્રી શેખ મોહમ્મદ જહાંગીર મીયાં સાહેબ બહાદુરનું ટૂંક જીવનવૃત્તાંત. માંગરોળના હાલના દરબાર સાહેબ શ્રી શેખ મોહમ્મદ જહાંગીર મીયા સાહેબ ફીજ તઘલખ બાદશાહના વખતમાં ચૌદમી સદીમાં કાઠીમાવાડા પશ્ચિમ કિનારા ઉપર આવી ચઢેલાં અરબસ્તાનની સીદીકી ખાનદાન ઓલાદમાંથી છે. જો કે એમ માનવામાં આવે છે કે સુલતાન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પાટણપર સ્વારી કરતાં રસતામાં માંગરોળ સર કરી લીધું હતું, અને તે પ્રદેશ વાર્ષિક ખંડણીની શરતે પિતાના એક ગેહીલ સરદારની હકુમત “ નીચે મુકયો હતે. તે પણ મુસલમાન રાજ્ય કર્તાઓની સત્તા નીચે સુખશાન્તિથી હસ્તી ભોગવતાં માંગરોળનો વાસ્તવિક સમય તે ફીઝ તઘલ ખના સરદાર અયાઝુદીન બીન આરામ શાહે આખર ખરી રીતે માંગરોળ છયું ત્યારથી ગણવામાં આવે છે. હાલના શેખ સાહેબના એક વડવા શેખ જલાલુદીન તે વિજેતા લશ્કરમાં એક ફતેહમદ આગેવાન પુરૂષ ગણાતા હતા, બાદશાહ તરફથી તેમને ધાર શાસ્ત્રી “ કાઝીની ” સનદ આપવામાં આવી હતી. ૧૫૩૧ માં અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ માંગળ છયું, પરંતુ તેના તરફથી કોઈ ત્યાં રહ્યું નહીં. ૧પ૮૨ માં ઘોઘા, માંગરોળ, સોમનાથ અને બીજાં સોળ બંદરો દીલ્હીની સાર્વભૌમ સત્તા નીચે મુક વામાં આવ્યાં હતાં, અને તેમના ઉપર એક ફોજદારનીમવામાં આવ્યો હતો. ૧૭૨૭ માં શેખ સાહેબના એક જૂના પૂર્વજ શેખ ફકરૂદીને સાવ. ભૌમ સત્તામાંથી માંગરોળ સ્વતંત્ર કર્યું અને માંગરોળમાં એક સત્તા સ્થાપી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 486