Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 10
________________ રોવેદના. | કોઇ મહાન પુણ્યના યોગે સંસ્કારી કુટુંબમાં ૧૯ મી જૂન ૧૯૪૮, જેઠ સુદી ચૌદસના રોજ જન્મ થયો. નાનપણથી જ ઘરના સંસ્કાર પ્રમાણે પ્રભુપૂજાપાઠશાળામાં ધાર્મિક અભ્યાસ વિગેરે કરવાના ખાસ આગ્રહને કારણે પાંચ પ્રતિક્રમણ, અતિચાર, જીવવિચાર, નવતત્ત્વ વગેરે સૂત્રો કંઠસ્થ કરવાનો તથા અર્થ સહિત ભણવાનો સુઅવસર સાંપડ્યો. દસમા ધોરણના અભ્યાસ દરમ્યાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં આબુ-દેલવાડામાં અને ત્યારબાદ આબુઅચલગઢમાં આયોજીત શિબિરમાં પૂ. માતુશ્રીએ ખૂબ જ આગ્રહ કરી મને મોકલ્યો અને ત્યારથી મારા જીવનમાં એક અગત્યનો ટર્નીંગ પોઇન્ટ આવ્યો અને જૈનધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધા-નિષ્ઠા અને અહોભાવ અત્યંત વધી ગયા. આ માટે હું મારા માતુશ્રીનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. આ સર્વેના પરિપાકરૂપે પૂજય ગુરુદેવ અને મારા પરમોપકારી શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.એ મને સંસારની ભયાનકતા સમજાવી અને સંયમ લેવા માટેનો ખૂબ આગ્રહ અને પ્રયત્ન કર્યો. પરંતુ મારી પુણ્યાઇ ઓછી હશે અને હું સંયમ સ્વીકારી શક્યો નહીં. પરંતુ સંસાર ભૂંડો છે એ સારી રીતે સમજાઈ ગયું. આ જ શિબિરમાં અમારી સાથે પ. પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી (સંસારી) યુવાવયમાં હતા ત્યાં કુમારપાળ વી. શાહ જેવા શાસનરત્નો અમારી સાથે જ ભણ્યા હતા. ત્યારબાદ વ્યવહારિક અભ્યાસમાં બી.કોમ., એલ.એલ.બી., ડી.ટી.પી. તથા ચાર્ટડ એકાઉન્ટન્ટનો / /

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 112