Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 39
________________ પૈસો કમાવવા કે મેળવવાં લોકો કેવાં વલખાં મારે છે? અને 1 પૈસો મળે ત્યારે આમ કરીશ ને તેમ કરીશ. આવાં શેખચલ્લીનાં વિચારો કર્યા કરે છે. શેખચલ્લીની વાત સાંભળી છે? શેખચલ્લીનાં ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હતાં. થોડી માટી ભેગી કરીને એક માટલું બનાવ્યું. વિચારો ચાલુ થયાં, માટલું વેચીશું, બીજા માટલાં બનાવીશ, તે પણ વેચીશ, દુકાન ખરીદીશ, ખૂબ કમાઈશ, કન્યાનાં માંગાં આવશે, પરણીશ, અનેક દીકરાઓ થશે, તેઓ અંદરો અંદર ઝઘડશે, અને તેઓ મારૂં કહ્યું નહિ માને તો તેમને હું આમ મારીશ, આમ માટલાંનો છુટ્ટો ઘા કર્યો. માટલું ફૂટી ગયું. આને કહેવાય શેખચલ્લી. સમજી ગયાં? આને કહેવાય અર્થવિષયક દુર્બાન અને આથી જ ગોભદ્ર બ્રાહ્મણને શ્રીમંતોને જોઈને દયા આવતી. આમ ગોભદ્ર - બ્રાહ્મણ પૈસાનાં દુઃખોનું નિરંતર ચિંતન કરતો પણ પ્રશસ્ત ધ્યાનથી આમ આશ્રવને સંવરનું સાધન બનાવતો. આ જ રીતે ક્રોધ જેવા કષાયોને પણ જ્ઞાનીઓ કહે છે તે રીતે ચિંતન કષાયથી જેમકે ક્રોધ કેવો ભયંકર છે ? તો આ ક્રોધ વિષયક પ્રશસ્તધ્યાન જ છે. આવી જ રીતે માન, માયા અને લોભનું પ્રશસ્ત ધ્યાન કરી શકાય? કષાયોનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય તો એ અપ્રશસ્ત ધ્યાન બને અને કષાયોનું વિજ્ઞાન થાય તો તે પ્રશસ્તધ્યાન કહેવાય. કોઈ પણ પદાર્થનાં થોડાં ઘણાં પાસાનો બોધ થાય તેને જ્ઞાન કહેવાય અને પદાર્થનાં બધાં જ પાસાંનો બોધ થાય તેને વિજ્ઞાન કહેવાય, માટે કષાય વગેરેનું પણ જો પુરુ વિજ્ઞાન સમજ્યા હોઈએ તો વિષય અને કષાયનાં નિમિત્તો આપણને દુર્ગાનનાં ખાડામાં ઉતારતાં નથી. સાધના જગતમાં કેવળ જગતને સમજાવવા માટે સમજણની ઝાઝી કિંમત અંકાઈ નથી. જાતને સુધારવાની પહેલી આવશક્યતા છે. - હા જાતને સુધારવાની સાથે, જગતને સમજાવવાનું કામ થતું હોય તો તે ઉત્તમ છે. આજે ઘણા કહે છે કે “અમારે આર્ત-રૌદ્ર ધ્યાન કરવું નથી પણ આજુબાજુવાળા વાતાવરણ એવું ઉભું કરે છે કે અમને દુર્ગાન આવી જ જાય. આમ આવા લોકો દુર્ભાન આવવામાં જાતને જવાબદાર માનવાને બદલે બીજાને જ કારણ માને છે. પણ ખરેખર 39

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112