Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 99
________________ વ્યક્તિગત સ્નેહરાગ એ મોહ છે, શાસ્ત્રમાં આવો સ્નેહરાગ કરવાનો નિષેધ કરાયો છે. ષોડશક ગ્રંથની ટીકામાં લખ્યું છે કે ગૌતમસ્વામીજીનો પ્રભુ પ્રત્યેનો સ્નેહરાગ તે મોક્ષ મેળવવામાં બાધક નડ્યો છે માટે આવાં મોહનું નિવારણ કરવાનું કહ્યું છે. મરૂદેવામાતા ભગવાન ઋષભ દેવની દીક્ષા પછી ૧000 વર્ષ સુધી રડતા રડતાં જીવ્યાં. તે પુત્ર પ્રત્યેનાં સ્નેહરાગનું પરિણામહતું. એ જ રીતે મહાવીરદેવનો આત્મા ત્રિશલા માતાના ગર્ભમાં માતૃભક્તિથી પ્રેરાઈને પોતાનાં અંગોનું હલન ચલન બંધ કરે છે ત્યારે માતાનાં શોકનું વર્ણન કલ્પસૂત્રમાં આપ્યું છે, તેનાં મૂળમાં આ સ્નેહરાગ જ છે. ગુરૂ પ્રત્યે વ્યક્તિ તરીકેનો રાગ હોય તે સ્નેહરાગ છે અને અપ્રશસ્ત છે. પણ ગુણો પ્રત્યેનો રાગ એ પ્રશસ્ત સ્નેહરાગ છે. મોહાધીન મનમાં સ્નેહરાગ હોય છે અને વિવેક સભર હૃદયમાં ગુણ રાગ હોય છે, જો કે મોક્ષ માટે તો બંને રાગ કાઢવાનાં છે. આજે ઘણાં લોકો સ્નેહરાગ શરીરનો કે વ્યક્તિનો કરે. શરીરના સ્નેહ રાગથી મધ માખણ બટાકા ખાય અને પછી અપવાદમાં ખપાવવાનો પ્રયત્ન કરે. પરંતુ જે અપવાદનું લક્ષ્ય ઉત્સર્ગ તરફ જવાનું ન હોય તો તે અપવાદ અપવાદ નથી પણ ઉન્માર્ગ જ છે. શાસ્ત્રની અપેક્ષાને બાજુએ મૂકી પોતાની મરજી અનુકૂળતા મુજબ આચરણ કરવું તે ઉન્માર્ગ છે. ( 99.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112