Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 110
________________ ગયા છે કે ગરીબોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. ( પીઠ અને મહાપીઠ મુનિ, ગુરુવરે બાહુ, સુબાહુની વૈયાવચ્ચની પ્રશંસા કરી તો આ બન્નેએ ઈર્ષા કરી, તેથી સ્ત્રીવેદ બાંધી બેઠા. બીજા ભવમાં બ્રાહ્મી અને સુંદરી થયા. આ પણ દ્વેષ અને રૌદ્ર ધ્યાન. આ મન ધર્મક્ષેત્રમાં પણ ઈર્ષ્યા કરે છે. બીજાની કોઈ તપ, જ્ઞાન, દાન, ભક્તિમાં તમારાં બદલે પ્રશંસા થાય, તેની વાહ વાહ થાય અને તમારું નામ જતું રહે તો મનમાં કેવાં ભાવ થાય, આવાં ખોટાં ભાવો પણ દ્વેષ ધ્યાન જ છે. તમે આવો ત્યારે સંઘમાં તમને કોઈ આવકાર ન આપે અને તમારી જ કેટેગરીનો બીજો કોઈ આવે અને એને આવકાર આપે તો તમારાં મનમાં શું થાય ? અહીંયા પણ દ્વેષધ્યાન જ થાય છે. સુભૂમીક્રીએ પૃથ્વી પરથી બ્રાહ્મણોને ખતમ કર્યા આ પણ તીવ્ર કક્ષાનું રૌદ્રધ્યાન જ હતું આપણાં ઘરમાં મચ્છર વધે તો એને મારી નાંખવાનો ભાવ એ દ્રષધ્યાન જ છે. એ જીવો તો બિચારાં લાચાર છે. આપણા ઘરમાં તેમને પણ જીવવાનો અધિકાર છે. કઈ રીતે ? સાચું કહો તમારો નાનો દીકરો તમારા ઘરમાં રહે છે. કેમ? કારણ કે એ તમારે ત્યાં જન્મ્યો એટલે. તેમ આ જીવો પણ આ જ ઘરમાં જન્મ્યાં છે તો એમને અહીં જીવવાનો અધિકાર કેમ નહિ ? આપણાં શરીર, પરસેવો, વસ્ત્ર કે ઘરવખરીમાં ઉત્પન્ન થયેલાં એ જીવોને જીવવાનો અધિકાર કેમ નહીં ? પણ આપણાં (110)

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112