Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 64
________________ આમ વિનય ગુણ એ મૌલિક ગુણ છે તે બીજા અનેક ગુણોની જન્મદાત્રી સમી બની રહે છે. જેનામાં સહજ વિનય આવે તેનામાં આજે નહીં તો કાલે તમામ ગુણો પ્રગટે જ પરંતુ વિનય સંસારના સ્વાર્થ માટેનો ન હોવો જોઈએ. માનધ્યાનથી બચવાં આપણી આંખ સામે મહાપુરુષોને લાવવાં જરૂરી છે, જેમકે કયાં અભય કુમારની બુદ્ધિ અને ક્યાં મારી બુદ્ધિ ક્યાં ? સનતકુમારનું રૂપ અને ક્યાં મારું રૂપ ? ક્યાં બાહુબલીનું બળ અને ક્યાં મારું બળ? ક્યાં શાલિભદ્રની સંપત્તિ અને ક્યાં મારી ? હું શેનું માન કરું છું? ઘણાં શ્રીમંતો પોતાની બાજુમાં જી – હજૂરીયાં રાખે. જી હજૂરીયાં શ્રીમંતના વખાણ કરે. પછી કહે કે આ તો ભાઈ ગુણાનુરાગી છે એટલે બોલે. આ માયાપૂર્વકનો માન કષાય. માન - મેળવવા માટેનાં ધમપછાડા, પદ્મશ્રી જેવા એવોર્ડ (માન લેવા) માટે જાત જાતના પોલીટીક્સ રમે. માન - મળ્યાં બાદની છાકટાઈ અને માન ઘવાયા બાદની છટપટાહટ આ બધું માનધ્યાનનું તોફાન છે. | માનધ્યાનને ઓળખવું અઘરું છે. ઘણીવાર સામાન્ય સંયોગોમાં એમ લાગે કે આપણે ધર્મનાં કાર્યો કરીએ છીએ. જેમકે દાન આપીએ છીએ, તપ કરીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, પણ જો સાચે જ અંતર્મુખ બનીએ તો ખ્યાલ આવે કે અંદરખાને માન કષાયને જ પોષતાં હોઈએ માટે જ્ઞાનીઓએ બતાવેલી વાતોને ધ્યાનમાં લઈને અભિમાનને દૂર કરવા પ્રયત્ન શીલ બનવું જોઈએ 64.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112