________________
બનાવે છે, તેમ કામરાગ પણ માણસને અંધ જેવો બનાવે છે, તે સમજાવવાં શાસ્ત્રમાં સ્થૂલિભદ્રનો દાખલો આપ્યો છે. ૧૨-૧૨ વર્ષ સુધી સ્થૂલિભદ્રજી જન્મદાતા મા-બાપને છોડીને કોશાને ત્યાં રહ્યાં. રાજ્યનાં ષડયંત્રમાં પિતા શકટાલનું મૃત્યુ થયું, અને નાના ભાઈ શ્રિયક તેમને બોલાવવાં ગયાં. છતાં તેઓની આવવાની તૈયારી નહોતી. તેમનો કામરાગ કેવો તીવ્ર હશે ? કામરાગ કેટલો ભયંકર છે તે સમજાય છે ને ? કામ એટલે મોહજન્ય ભોગની ઇચ્છા અને એ ઇચ્છાને પોષવા પંપાળવાનો ભાવ એ કામરાગ - આવાં કામરાગ વાળાં જીવોને એકેએક ઇંદ્રિયોનાં વિષયોને માણવાની ઇચ્છા થતી હોય છે, અને એને પોષવાં પ્રવૃત્તિઓ કરતાં હોય છે, જેમકે વાળને સેટ કરવાં, કામને પોષવા વસ્ત્રો એ રીતે પહેરવાં. શરીરનું સૌષ્ઠવ જાળવવું. – મનમાં એક જ ભાવ હોવો કે હું કેવો લાગુંછું?
કામરાગનું પાત્ર દૂર થતાં જ થાય છે કે અમે સાથે ખાતાં હતાં, અમે સાથે ફરતાં હતાં, આમ એકેક વસ્તુ યાદ કરી કરીને રોવું એ પણ કામરાગનો પ્રકાર છે, જ્યારે એની સામે નરસિંહ મહેતાના પત્ની મરી ગયા, ત્યારે તેમને સ્વસ્થતાથી ગાયું કે, ભલું થયું ભાંગી ઝંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ એમનો કામરાગ કે સ્નેહરાગ જો તીવ્ર હોત તો આવાં ઉદ્ગારો તેમનાં મોંમાથી ન નીકળ્યાં હોત.
રાગની તીવ્રતાને કારણે મનમાં કેટલાં ઘમસાણ ચાલે છે? આજે તો કામરાગ પોષાય તેવાં સાધનો ઘરમાં જ ઠલવાઈ રહ્યાં છે.
92