Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 91
________________ ધર્મો, દર્શનો છે, તેના પ્રત્યેનો રાગ એ દૃષ્ટિરાગ છે. આ દૃષ્ટિરાગ એ મોટામાં મોટું પાપ છે, જે આત્માનું ખૂબ જ અહિત કરે છે. જિનાજ્ઞાથી શુદ્ધ એવા લોકો છે તેમને જ મહાજન જાણી તેમનાં સંઘમાં રહેવું. એકલો પણ શાસ્ત્રનીતિથી ચાલે તેને મહાજન કહેવાય. ગુરુનો નાતો તીર્થંકર સાથે છે. પાવર હાઉસ સાથે જે બોર્ડનું જોડાણ ન હોય તો એ.સી. કે હીટર ચાલે નહિ. જે ગુરુ તમને પોતાના બનાવવાના પ્રયત્ન કરે તે સુગુરુ નથી, પરંતુ તમને પરમાત્માનાં બનાવવાના પ્રયત્ન કરે તે સુગુરુ છે તે જ રીતે શાસ્ત્ર વચન મનાવવાનો આગ્રહ રાખે છે તે સુગુરુ મિથ્યા માન્યતાઓ પ્રત્યેનાં આકર્ષણને કારણે જે રાગ પેદા થાય તેમાં દષ્ટિરાગ પ્રધાનતા ભોગવે છે. અથવા પાંચેય પ્રકારનાં મિથ્યાત્વનાં કારણે થતો રોગ એ દષ્ટિરાગનું રૂપ ધારણ કરે છે. દર્શનમોહનીય કર્મના ઉદયથી દષ્ટિરાગ થાય છે, જ્યારે ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયથી જે રાગ પેદા થાય, તે કાં તો સ્નેહરાગ હોય, ક્યાંતો કામરાગ હોય, અગર તો બંને સાથે હોય. વ્યક્તિનાં વર્તમાન જીવન ઉપર ભૂતકાલીન જીવનોની અસર હોય છે, આર્યદેશમાં અને સંસ્કાર કહેવાય છે. કામ-રાગ જેમ દષ્ટિરાગ વિવેક દશાનો નાશ કરી માણસને અંધ જેવો 91. ocied

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112