Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 70
________________ અષાઢાભૂતિ મુનિ અગર જો માયાને શરણે ન ગયાં હોત તો એમનાં જીવનમાં પતનની ઘડીઓ આવી ન હોત. અષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત:- અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા ગયા ઉત્તમમોદક, જુદાં જુદાં રૂપ કરી એટલે કે માયા કરી, વારંવાર લાડુ વહોર્યા. દીકરીનો બાપ રૂપ - પરાવર્તનની વિદ્યા આ મુનિમાં છે તે જોઈ ગયો. એટલે મુનિનું પતન કરવાની યોજના ચાલું કરી દીધી. છેવટે રજોહરણ મૂકીને નાટ્યકારનાં ઘરમાં રહેવા ગયાં. પરંતુ હજુ ગુરુએ આપેલાં સંસ્કાર હતાં એટલે નટીઓ સાથે મોહ હોવાં છતાં શરત મૂકી. આ ઘરમાં ક્યારે મદિરાપાન કે માંસાહાર થવો ન જોઈએ. નટીઓને લાગણી બંધાઈ ગઈ હતી, એટલે શરત મંજૂર રાખી. સાચી લાગણી તેને કહેવાય છે, જેનાં પ્રત્યે લાગણી હોય તેને ગમે તે જ કરવાનું મન થાય. જેમ જંબુકુમારે ૮ - ૮ પત્નીઓને આ જ કહ્યું હતું ને? અને પત્નીઓ પણ હજુ આજે પરણીને આવી છે છતાં છેવટે એમ કહે છે કે સ્વામીનાથ હવે તમારો માર્ગ એ જ અમારો માર્ગ. સ્વાર્થના સૌ કોઈ સગા છે. માતપિતા પરિવાર. બોલો આપણાં ઘરનાં સંસારમાં પણ આવો જ લાગણી – પ્રેમ છે ને ? આપણને હજી સંસારનું સ્વરૂપ સમજાયું જ નથી. સંસારનાં મોત અને માયાની ભ્રમજાળમાં જ રહીએ છીએ ને. વચમાં એક સંન્યાસીની વાત કહી દઉં. એક યુવાને સંન્યાસીને કહ્યું કે મારી પત્નીને મારા પર એટલો બધો પ્રેમ છે કે મારાં વગર એક ક્ષણ પણ રહી ન શકે. સંન્યાસીએ કહ્યું કે, ભાઈ આ સંસારની આ જ માયા જાળ છે. સંસારમાં (70)

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112