Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust
View full book text
________________
ભાયાની સજઝાય |
સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાતુ; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વરે,
પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠો જૂઠો મને જી, કૂડકપટનો રે કોટ; જીભે તોજીજી કરે જી, ચિત્તમાં તાકે ચોટ રે. પ્રા) ૨
આપ ગરજે આઘો પડે જી, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો જી; એ માયાનો પાસરે.
પ્રા૦૩
જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકૂળ; મેલન છંડે મન તણો જી, એ માયાનું મૂળ રે.
પ્રા૦૪
તપ કીધો માયા કરી જી, મિત્રશું રાખ્યોરે ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી, તો પામ્યા સ્ત્રીવેદ રે.
પ્રા૦૫
ઉદયરત્ન કહે સાંભળો જી, મૂકો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણો જી, એ મારગ છે શુદ્ધ રે.
પ્રા૦૬
(74)

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112