Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 77
________________ લોભદયાના લોભ: એક માણસને દૂધપાક ખૂબ ભાવે છે. પરંતુ તે દૂધપાકનો ઉપયોગ-ભોગ કેટલા વાટકા કરશે ? એક-બે-પાંચ પણ તે ક્યાંક અટકશે. કારણ કે ભોગ એ શરીર કેન્દ્રિત છે. જયારે લોભ મન કેન્દ્રિત હોવાથી માણસ ક્યાંય અટકવા તૈયાર નથી. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ એકવાર કટાક્ષમાં તેમના પ્રવચનમાં બોલ્યા હતા કે માણસ ખાધા-પીધા વગર દસ-પંદર દિવસ ખેંચી શકે. હવા વગર પણ કેટલીક મિનીટો ખેંચી કાઢે, પણ આશા વગર-ઇચ્છા વગર એટલે કે લોભ વગર એક મિનીટ પણ છોડવા માંગતો નથી. કવિનાનાલાલ પણ કહે છે કે, આશા એ છે મધુર-કડવો અંશ જે જિંદગીનો... ઇચ્છા બોલો, આશા બોલો, અપેક્ષા બોલો. આ બધાં લોભનાં જ પર્યાય છે. આ લોભધ્યાન નાનામાં નાનાં કીડી મંકોડાથી માંડીને મોટામાં મોટાં માણસ ઉપર સામ્રાજ્ય ચલાવે છે, એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, નરકથી દેવલોક સુધી, પહેલાંથી ૧૦મા ગુણસ્થાનક સુધી બધે જ લોભનું સામ્રાજય છે. નાનું ટેણિયું હોય તોય એને મુઠ્ઠીમાં આવે એટલે એને લેવાં જોઈએ.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112