________________
લોભદયાના
લોભ:
એક માણસને દૂધપાક ખૂબ ભાવે છે. પરંતુ તે દૂધપાકનો ઉપયોગ-ભોગ કેટલા વાટકા કરશે ? એક-બે-પાંચ પણ તે ક્યાંક અટકશે. કારણ કે ભોગ એ શરીર કેન્દ્રિત છે.
જયારે લોભ મન કેન્દ્રિત હોવાથી માણસ ક્યાંય અટકવા તૈયાર નથી.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ એકવાર કટાક્ષમાં તેમના પ્રવચનમાં બોલ્યા હતા કે માણસ ખાધા-પીધા વગર દસ-પંદર દિવસ ખેંચી શકે. હવા વગર પણ કેટલીક મિનીટો ખેંચી કાઢે, પણ આશા વગર-ઇચ્છા વગર એટલે કે લોભ વગર એક મિનીટ પણ છોડવા માંગતો નથી.
કવિનાનાલાલ પણ કહે છે કે, આશા એ છે મધુર-કડવો અંશ જે જિંદગીનો...
ઇચ્છા બોલો, આશા બોલો, અપેક્ષા બોલો. આ બધાં લોભનાં જ પર્યાય છે. આ લોભધ્યાન નાનામાં નાનાં કીડી મંકોડાથી માંડીને મોટામાં મોટાં માણસ ઉપર સામ્રાજ્ય ચલાવે છે, એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, નરકથી દેવલોક સુધી, પહેલાંથી ૧૦મા ગુણસ્થાનક સુધી બધે જ લોભનું સામ્રાજય છે. નાનું ટેણિયું હોય તોય એને મુઠ્ઠીમાં આવે એટલે એને લેવાં જોઈએ.