________________
સમરાદિત્ય કેવળી ચરિત્રમાં લોભનું ધ્યાન કર્યું છે કે એક વૃક્ષ પણ દૂર રહેલાં નિધાનને પોતાનાં તાબામાં લેવાં પોતાનાં મૂળિયાંને છેક ખજાના સુધી લાંબા કરે.
આજે તો બજારમાં જાવ અને જે જુઓ તે લેવાનું મન થાય, ન ખરીદી શકે તો હતાશા આવે અથવા શેખચલ્લીનાં વિચારો ચાલું થાય. આજે શ્રીમંતોનાં જીવનમાં જે દૂષણો છે, જે કુસંસ્કારો છે, તે ઘણી વખત અતિશય પૈસો જ લાવતો હોય છે. પૈસો જેમ મેળવવો અઘરો છે, તેમ પૈસાને પચાવવો તેનાથી અઘરો છે. બેનોને ગમે તેટલી સાડીઓ દાગીના મળે છતાં મારી પાસે કાંઈ જ નથી એમ બોલ્યાં કરે. ધાર્મિક કે સામાજીક પ્રસંગોમાં પણ દાગીના કે કપડાં ઉપર જ નજર હોય, અને પછી એ લાવવાનું લોભયાન શરૂ થઈ જાય, અને આમાંથી પતિ-પત્નીનાં ઝગડાં પણ શરૂ થઈ જાય. બધાં પાપ આ લોભ ઉપરજ નભે છે, માટે જ લોભને પાપનો બાપ કહ્યો છે. | નવે નવ પ્રકારનાં પરિગ્રહને વધારનારો અને સફળ બનાવનારો આ લોભ છે. લોભી હોય એ શ્રીમંત હોય કે ગરીબ પણ દુ:ખી જ હોય. જ્યારે જેને સંતોષ છે, તે શ્રીમંત હોય કે ગરીબ પણ સુખી જ છે જેમકે ભરત ચક્રવર્તી અને પુણીયો બન્ને સુખી કારણ કે સંતોષી હતા. - આજે ધર્મક્રિયા કરતી વખતે પણ માત્ર સંસારની જ લાલચ હોય તો તે પણ બરાબર નથી. ઘણા એવો બચાવ કરે છે કે એ નિમિત્તે પણ થોડો ઘણો ધર્મ કરે છે ને જો માત્ર શરૂઆત કરાવવા માટે આ અપવાદ
78.