________________
લઈને પછી લોભ કે લાલચ આપ્યા વિના સામાયિક કરવાનો હોય તો આ અપવાદ કામનો ગણાય બાકી તો આજે ધર્મમાં પણ લકી ડ્રોથી સામાયિકનાં આયોજનો થાય આ બધું પાયાથી જ ખોટું છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ કહ્યું છે કે, જ્યાં ધર્મ પૈસાથી વેચાવા લાગે ત્યાં પછી એ ધર્મ - ધર્મરૂપ ન રહે. એ પણ એક જાતનો વ્યાપાર બની જાય. એટલે ભગવાને ધર્મ ઉપદેશક માટે પણ કહ્યું છે કે, પહેલાં સંસારની અસારતા સમજાવો, વૈરાગ્ય પેદા કરાવો મુક્તિની મહાનતા સમજાવો, એની તાલાવેલી જગાવો, પછી સંસારથી છૂટવા માટે અને મોક્ષને મેળવવા માટે ધર્મ સમજાવો અને શક્તિ મુજબ ધર્મ કરાવો. લોભ અને લાલચથી કદાચ થોડી ઘણી ધર્મક્રિયા થઈ જાય, પણ ધર્મ જ ઉડી જાય તેનું શું? જેમ શિવાજી બોલ્યાં હતાં કે, “ગઢ આલા પણ સિંહ ગેલા ! કોઈને સંસારનાં સર્જન માટે જ્ઞાન આપવું તે પણ ભગવાનનાં શાસનનો અપરાધ છે. આજે ઘણાં લોકો મહૂડી અને નાકોડાજી દોડે છે અને એ પણ સંસારની ઇચ્છાઓ પૂરી કરવા માટે... સંસારની ઇચ્છાથી ધર્મ કરો તો પુણ્ય મળે પણ એનાથી દુન્યવી, સામગ્રીમાં આસક્તિ થાય તેવી મળે અને એ આપણને પછાડે જેમકે બ્રહ્મદત્ત ચક્રવતી અગાઉના
79.