________________
ભવમાં સંભૂતિવિજય હતા, નિર્મળ ચારિત્ર્ય પાળ્યું પણ બદલામાં ચક્રવર્તીપણું માંગ્યું. સાધના સુંદર હતી પણ વૃત્તિઓ મલિન હતી. સાધનાથી ચક્રવર્તીપણું મળ્યું. પરંતુ મરીને સાતમી નરકે ગયાં. આ સાધનાને વેચી તેનું ફળ હતું.
જૈનશાસનમાં સાધના નાની હોય કે મોટી હોય એટલે કે નવકારસી હોય કે માસક્ષમણનું તપ હોય તેનું ફળ તો મોક્ષ જ છે પણ જો આપણે આની સામે દુન્યવી ફળ માંગીએ તો મહાન વસ્તુને આપણે ક્ષદ્ર બનાવીએ છીએ કારણકે પરમાત્માની આજ્ઞા લોપવી તે મહાપાપ છે. યોગસાર ગ્રંથરત્નમાં કહ્યું છે કે જેટલી જિનાજ્ઞા આરાધો એટલું સુખ મળે અને જિનાજ્ઞા વિરાધો એટલું દુઃખ મળે.
ધર્મક્રિયા બહારથી થતી હોય પણ અંદર ખાને મનમાં આશય જુદો હોય તો ક્યારેક બહારથી ધર્મધ્યાન દેખાય પણ અંદર ખાને રૌદ્ર ધ્યાન પણ ચાલું હોઈ શકે.
આમ ઘણીવાર સાધનામાં દિશાનું મહત્વ વધારે હોય છે. એકની એક ક્રિયાને તમે કયા રંગોથી રંગો છો તે જ મહત્વનું છે. ગાડી એક છે પણ તેનું સ્ટીયરીંગ જે દિશામાં ફેરવશો, તે દિશામાં ગાડી તમને લઈ જશે. જેમકે એક મોટો ભાઈ રસોઈયાને સૂચના આપે છે કે દૂધનો ગ્લાસ ઢાંકી દો નહીં તો જીવજંતુ અંદર પડશે તો બિચારુ મરી જશે. જીવદયાનું પાલન કરવાની દિશાથી આવી સૂચના આપે છે.
જ્યારે નાનો ભાઈ રસોઈયાને સૂચના એ જ આપે છે કે દૂધનો મારો
80.