________________
ગ્લાસ ઢાંકી દો કારણ કે દૂધ ઠંડુ થઈજશે તો પીવાની મઝા નહીં આવે.
અહીંયા બન્ને ભાઈઓની સૂચના એક જ છે પરંતુ મોટોભાઈ જીવદયાની દિશાને કા૨ણે કર્મનિર્જરા કરે છે જ્યારે નાના ભાઈને દૂધ ગરમ પીવાની મઝા આવે છે. આ હેતુને કારણે કર્મ બંધ કરે છે.
આવી જ રીતે બીજો દાખલો જોઈએ એક શ્રાવિકા ઘર સાફ રાખે છે અને દિશા એ છે કે સાફ ઘરને કારણે જીવોત્પત્તિ ઓછી થાય તેથી હિંસા ઓછી થાય. જ્યારે બીજી સ્ત્રી ઘરને સાફ રાખે છે. પણ લોકોને દેખાડવા કે જુઓ ઘર સાફ આમ રખાય ? પોતાનો વટ પડે માટે ઘર સાફ રાખે છે. અહીંયા પણ કામએક જ પ્રકારનું છે છતાં એક શ્રાવિકા કર્મ નિર્જરા કરે છે જ્યારે બીજી કર્મ બંધ કરે છે.
અત્યારે કોઈ વ્યક્તિ ઉપધાન કે વર્ષીતપ કે આયંબીલની ઓળી
કરે પણ મનમાં દિશા એ રાખે કે શરીર સુડોળ બની જશે. તો આ હેતુ બરોબર નથી.
પ્રભુને, ગુરુને ખમાસમણ આપીશું તે વખતે જો ભાવ એ હોય કે ઢીંચણ છૂટા થઈ જશે તો આ દિશા બરોબર નથી.
આમ આપણો હેતુ આપણી સાધનાને દિશા આપે છે. જો સાચી દિશા આપશો તો સદ્ગતિ અને છેવટે મુક્તિ અપાવશે અને ખોટી દિશા આપશો તો દુર્ગતિ અને દુઃખ આપશે. પરમાત્માનો મહાન ઉપકાર છે, કે આપણાં આત્માનાં હિત માટે ધ્યાન માર્ગ બતાવ્યો છે.
81