Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 53
________________ દોષ જોવો. બીજાનાં દોષ, અધિકારી બન્યાં વગર ક્યારેય ના જોવાં તો ક્રોધ ધ્યાનમાંથી બચી શકશો. આપણી ભૂલ વગર પણ આપણને કાંઈક કહે તો પ્રેમથી સાંભળવાની તૈયારી રાખવી. તેમાં સાચું હોય તો સ્વીકારી લેવું અને ભૂલને સુધારી લેવી, અને ખોટી ભૂલ કાઢી હોય તો ભલે અત્યારે મૌન રહો. પણ કદાચ ભવિષ્યમાં ન થાય એવી જાગૃતિ કેળવવી. આપણે કોઈનાં દોષ જોવાં નથી અને જાતનાં દોષોને જોયા વગર રહેવું નથી. બીજાએ શું કરવું જોઈએ એને બદલે મારે શું કરવું જોઈએ ? એ જ વિચારવું છે. સિદ્ધાંતો પ્રત્યે સાચી શ્રદ્ધા પ્રગટે એટલે આપોઆપ સત્વ આવી જાય. દા.ત. મયણાસુંદરી માનતી કે ભગવાને કહેલું તત્ત્વ ક્યારેય ખોટું ન હોય. પ્રશસ્ત ક્રોધમાં મન ઠંડું જોઈએ, એકાંતે હિતની ભાવના જોઈએ. આશ્રિતોનું ઘડતર કરવાં માટે, મિથ્યા-મતનું ખંડન કરવાં માટે પ્રશસ્ત કષાય કરવો પડે, પરંતુ તે પાળેલાં કુતરાં જેવો હોવો જોઈએ. મૂળ વાત પર આવીએ તો ક્રોધને ખત્મ કરવો હોય તો સત્વને પ્રગટાવવું પડશે અને એ માટે અપેક્ષાઓને ખતમ કરવી પડશે. આવી અનેક જ્ઞાનીની વાતો આપણે વિચારવી જોઈએ. વ્યસ્તતા, વ્યગ્રતા, ઉગ્રતા અને વિસંવાદિતા આ ચાર આપણી જિંદગીના મહારોગો છે અને તે કારણે જ ક્રોધધ્યાન જેવા ઘણા દુર્ગાનના શિકાર આપણે બનીએ છીએ. - સંકલેશ ન હોય ત્યારે પણ સવારે બપોરે અને સાંજે આમ ત્રણેય સમયે ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગહ અને સુકૃતની (53) C

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112