Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 52
________________ નિસરણી ચઢ્યા. પણ મિથ્યાદષ્ટિ જીવ ક્રોધ અભિમાન કરી વાતને જુદા સ્વરૂપે લે, એ પડ્યા. આપણી મૂળ વાત કુલવાલક મુનિની હતી. ગુરુની સલાહ, તપનાં અભિમાનને કારણે ટકટક જેવી લાગતી હતી, એટલે ક્રોધ ધ્યાને ચઢ્યાં, તેમાંથી રૌદ્રધ્યાને ચઢ્યાં. એટલે શિલા ગબડાવી ગુરુને મારવાનું મન થયું એ મિનિટે ગુરુનાં મુખમાંથી સહજ શબ્દો સરી પડ્યાં, કે તારૂં સ્ત્રીના નિમિત્તથી પતન થશે, ગુરુનું વચન ખોટું પાડવાં વસ્તીથી દૂર નદીનાં કાંઠે ઉગ્ર તપ કરતાં હતા. અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયાં. આ વાત શ્રેણીકનાં પુત્ર કોણિક રાજાનાં વખતની છે. ચેડાં રાજા સામે તેને યુદ્ધ જાહેર કર્યું. ૧૨-૧૨ વર્ષથી ઘેરો ઘાલ્યો, કિલ્લો તૂટતો નથી. કોઈકની સલાહથી કુલવાલક મુનિને સાધવાં, ગણિકાને શ્રાવિકા બનાવીને મોકલે છે. તીર્થયાત્રાએ નીકળી છું. એમ કહી નિર્દોષ ગોચરીનો લાભ આપો. કપટી લોકોને વિનય કરતાં બહુ સરસ આવડે. નેપાળાવાળા મોદક વહોરાવી દે છે. ડાયેરીયા થાય છે. સખત નબળાઈ આવી જાય છે, વેશ્યા સેવા ચાકરી કરે છે. એમ કરતાં કરતા અંગસ્પર્શ પણ કરે છે. મુનિ હવે ગણિકામાં આસક્ત થઈ ગયાં. તપ ગયું, સંયમ ગયો, આરાધના ગઈ, પતન થયું. ગુરુનો દ્રોહી કેવી પતનની ગર્તામાં પડે છે. તેનો આ નમુનો. હવે ગણિકા, મુનિને કોણિક પાસે લાવે છે. મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ તોડવાની યોજના કરે છે. સંસાર પોષવાં મુનિ બધું જ કરી છૂટે છે. સંસારનાં રસિયા માટે કોઈ પણ ચીજ પૂજ્ય હોતી નથી. અહીંયા આપણે શીખવાનું એ છે કે કોઈ ઉપકારી આપણને કાંઈ કહે તો એમ માનવું કે આ મારી ભૂલ નહીં બતાવે તો કોણ બતાવશે ? હિત-બુદ્ધિએ તેમને સાંભળવાં તત્પર રહેવું. આપણો 52

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112